ISROનો દાવો: જ્યાં કોઇ નહીં પહોંચ્યું ત્યાં ઉતરશે ચંદ્રયાન-2, આ દિવસે થશે લોન્ચ

ઈસરોએ કહ્યું છે કે, આ મિશન અંતર્ગત અમે ચંદ્ર પર તે જગ્યાએ ઉતરવા જઇ રહ્યાં છે જ્યાં અત્યાર સુધી કોઇ પહોંચી શક્યું નથી. જણાવી દઇએ કે, ઈસરોનું મિશન ચંદ્રયાન-2 આગામી 9 જુલાઇથી 16 જુલાઇ વચ્ચે લોન્ચ કરવામાં આવશે.

ISROનો દાવો: જ્યાં કોઇ નહીં પહોંચ્યું ત્યાં ઉતરશે ચંદ્રયાન-2, આ દિવસે થશે લોન્ચ

નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઈસરો) જુલાઇમાં થનાર તેમના મિશન ચંદ્રયાન-2ને લઇને મોટો ખુલાસો કર્યો છે. ઈસરોએ કહ્યું છે કે, આ મિશન અંતર્ગત અમે ચંદ્ર પર તે જગ્યાએ ઉતરવા જઇ રહ્યાં છે જ્યાં અત્યાર સુધી કોઇ પહોંચી શક્યું નથી. જણાવી દઇએ કે, ઈસરોનું મિશન ચંદ્રયાન-2 આગામી 9 જુલાઇથી 16 જુલાઇ વચ્ચે લોન્ચ કરવામાં આવશે.

ઈસરોનું કહેવું છે કે, ભારતે બીજા ચંદ્રયાન મિશનમાં 13 પેલોડ હશે અને તેમાં અમેરિકન સ્પેસ એજન્સી NASAનો પણ એક ઉપકરણ હશે. તેમાં લોડ કરવામાં આવેલા 13 પેલોડમાં ઓર્બિટ પર 8, લેંડર પર 3 અને રોવર 2ની સાથે નાસાનો એક પેસિવ એક્સપેરીમેન્ટ (ઉપકરણ) પણ સામેલ હશે. જોકે, ઈસરોએ નાસાને આ ઉપકરણના ઉદેશ્યને સ્પષ્ટ કર્યો નથી.

ઈસરોના અધ્યક્ષ કે. સિવને કહ્યું કે, ‘અમે (ચંદ્ર પર) તે જગ્યા પર ઉતરવા જઇ રહ્યાં ચે જ્યાં કોઇ નથી પહોંચ્યું. એટલે કે, ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર. આ ક્ષેત્રને અત્યાર સુધી કોઇ પહોંચ્યું નથી. ચંદ્રયાન-2 ગત ચંદ્રયાન-1 મિશનની અદ્યતન આવૃત્તિ છે.’ ચંદ્રયાન-1 અભિયાન લગભગ 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું.

આ અંતરિક્ષ યાનનું વજન 3.8 ટન છે. એટલે કે, ત્રણ મોડ્યૂલ (વિશિષ્ટ ભાગ) ઓર્બિટ, લૈંડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) છે. અંતરિક્ષ એજન્સીએ આ મહિનાના પ્રારંભમાં કહ્યું હતું કે, 9થી 16 જુલાઇ 20169 દરમિયાન ચંદ્રયાન-2 મોકલવાના બધા મોડ્યૂલ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ચંદ્રયાન-2ને 6 સ્પટેમ્બરના ચંદ્ર પર ઉતરવાની સંભાવના છે.

ઓર્બિટ ચંદ્રની સપાટીથી 100 કિલોમીટર દુર તેની આજુબાજી ફરશે, જ્યારે લૈંડર (વિક્રમ) ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સરળતાથી ઉતરશે અને રોવર (પ્રજ્ઞાન) તેની જગ્યા પર પ્રયોગ કરશે. ઇસરોના જણાવ્યા અનુસાર આ અભિયાનમાં જીએસએલવી માર્ક 3 પ્રક્ષેપણ યાનનો ઉપયોગ કરવામાં આવશે. ઇસરોએ કહ્યું કે, રોવર ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરશે. લેંડર અને ઓર્બિટ પર પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે ઉપકરણ લગાવવામાં આવ્યા છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઈસરો) શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાનની સાથે ભારતની દરેક ઋતુના રડાર ઇમેજિંગ પૃથ્વી દેખરેખ ઉપગ્રહ ‘આરઆઇસૈટ-2બી’ને પ્રક્ષેપિત કરી તેને પૃથ્વીની નીચેની કક્ષામાં સ્થાપિત કરી દીધો છે. આ સેટેલાઇટ દેશના દુશ્મનો પર નજર રાખવામાં પણ સહાયક ભૂમિકા નિભાવશે.
(ઇનપુટ: એજન્સી ભાષા)

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news