Corona Update: હોળી પહેલા કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 24 કલાકમાં 59 હજારથી વધુ નવા દર્દીઓ, આ રાજ્યોમાં સ્થિતિ ગંભીર
કોરોના વાયરસ (Corona Virus) ની ભારતમાં એન્ટ્રીને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ તેનો પ્રકોપ ઘટ્યો હોય તેવું લાગતું નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક વાત છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની ભારતમાં એન્ટ્રીને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ તેનો પ્રકોપ ઘટ્યો હોય તેવું લાગતું નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક વાત છે. છેલ્લા પાંચ મહિનામાં દેશમાં એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો આંકડો છે. આ સાથે જ એકવાર ફરીથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ચાર લાખને પાર ગઈ છે. દેશમાં પાંચ જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખને પાર ગઈ. સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ ઉપરાંત ગુજરાત (Gujarat) , પંજાબ સહિત અનેક રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર પોત પોતાના સ્તરે કોરોનાને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. 29 માર્ચે હોળી છે જેને લઈને લગભગ મોટા ભાગના રાજ્ય સરકારોએ હોળીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે.
દેશમાં કોરોનાના નવા 59 હજારથી વધુ નવા કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 59,118 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,18,46,652 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,12,64,637 લોકો સાજા થઈ ગયા છે જ્યારે 4,21,066 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 257 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,60,949 પર પહોંચી ગયો છે. પૂરપાટ ઝડપે ચાલતા રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં 5,55,04,440 લોકોને રસી આપવામાં આવી છે.
India reports 59,118 new COVID19 cases, 32,987 recoveries, and 257 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 1,18,46,652
Total recoveries: 1,12,64,637
Active cases: 4,21,066
Death toll: 1,60,949
Total vaccination: 5,55,04,440 pic.twitter.com/GEzQNlbjLb
— ANI (@ANI) March 26, 2021
6 રાજ્યોમાં 81 ટકા નવા કેસ
મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના સંક્રમણ ખુબ વધી રહ્યું છે. જ્યારે પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત (Gujarat) અને છત્તીસગઢમાં પણ કોરોના સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. આ છ રાજ્યોમાંથી 81 ટકા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વધી રહ્યો છે. આ રાજ્યોમાં જો હોળી સમયે ધ્યાન ન રખાયું તો કોરોનાનો પ્રકોપ વધી શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 35 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના (Corona Virus) નો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 35,952 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 26,00,833 પર પહોંચી ગયો છે. જેમાંથી 22,83,037 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 2,62,685 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 111 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 53,795 પર પહોંચી ગયો છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 5504 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો કોરોનાના કેસ જબરદસ્ત રોકેટ સ્પીડે વધ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના કેસની વિગતો...
25 માર્ચ - 35,952 નવા કેસ
24 માર્ચ- 31,855 નવા કેસ
23 માર્ચ- 28,699 નવા કેસ
22 માર્ચ- 24,645 નવા કેસ
21 માર્ચ- 30,535 નવા કેસ
પંજાબમાં પણ કોરોનાનો કેર
પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2700 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,22,937 થયો છે. એક જ દિવસમાં કોરોનાએ 43 લોકોનો ભોગ લીધો. કુલ મૃત્યુનો આંકડો 6517 થયો છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં હોળી પહેલા કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. સતત બે દિવસથી કોરોનાના એક હજારથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1515 નવા દર્દીઓ નોંધાયા છે. કુલ કેસ 6,52,742 થયા છે.
ગુજરાતમાં કોરોનાએ વર્તાવ્યો કાળો કેર, અધધ 1961 કેસ
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 1961 કેસ નોંધાયા. બીજી તરફ 1405 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.29 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાને કારણે ગુરુવારે કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 4 મહીસાગરમાં 2 સહિત કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે