પેટના દુખાવાને હળવાશથી ન લેતા, તમારી સાથે પણ થઈ શકે છે આવું

સામાન્ય રીતે જ્યારે પણ કોઈને પેટ દર્દની તકલીફ થાય છે, તો તે મેડિકલ સ્ટોરમાં જઈને પેટ દર્દની દવા લે છે, અથવા તો પછી ઘરેલુ નુસ્ખાથી જ પેટદર્દથી છૂટકારો મેળવવામાં આવે છે. પરંતુ આ પેટદર્દને બેધ્યાન લેતા કોઈ ગંભીર બીમારી થઈ શકે છે. આવામાં પ્રયાસ કરો કે કોઈ પણ પેટદર્દ કે અપચાને તમે ઈગ્નોર ન કરો. જો તમે વારંવાર પેટદર્દની સમસ્યા થાય છે તો ડોક્ટરની સલાહ જરૂર લો. કેમ કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરમાં પણ સામાન્ય રીતે પેટ દર્દની સમસ્યા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ભારતમાં ચોથુ સૌથી વધુ સંખ્યામાં લોકોને થતુ કેન્સર બની ગયું છે. ગત વર્ષે જીઆઈ કેન્સરના 57,394 કેસ સામે આવ્યા છે. 
પેટના દુખાવાને હળવાશથી ન લેતા, તમારી સાથે પણ થઈ શકે છે આવું

નવી દિલ્હી :સામાન્ય રીતે જ્યારે પણ કોઈને પેટ દર્દની તકલીફ થાય છે, તો તે મેડિકલ સ્ટોરમાં જઈને પેટ દર્દની દવા લે છે, અથવા તો પછી ઘરેલુ નુસ્ખાથી જ પેટદર્દથી છૂટકારો મેળવવામાં આવે છે. પરંતુ આ પેટદર્દને બેધ્યાન લેતા કોઈ ગંભીર બીમારી થઈ શકે છે. આવામાં પ્રયાસ કરો કે કોઈ પણ પેટદર્દ કે અપચાને તમે ઈગ્નોર ન કરો. જો તમે વારંવાર પેટદર્દની સમસ્યા થાય છે તો ડોક્ટરની સલાહ જરૂર લો. કેમ કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરમાં પણ સામાન્ય રીતે પેટ દર્દની સમસ્યા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ભારતમાં ચોથુ સૌથી વધુ સંખ્યામાં લોકોને થતુ કેન્સર બની ગયું છે. ગત વર્ષે જીઆઈ કેન્સરના 57,394 કેસ સામે આવ્યા છે. 

હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ

શું છે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર
હકીકતમાં, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર પેટના આંતરડા કે પેટનું કેન્સર હોય છે. જે ધીરે ધીરે વધતુ જાય છે અને શરીરના આંતરિક અંગોને નુકશાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ કેન્સર શરીરના અંદરના આંતરડા, લીવર, પિત્તાશય, પેનક્રિયાઝ અને પાચન ગ્રંથિને ઝપેટમાં લેવાનું શરૂ કરે છે અને તેને નિષ્ક્રીય બનાવે છે. તેથી ક્યારેય પણ પેટ દર્દને હળવાશથી ન લેવું. જરૂર પડે તો વારંવાર પેટ દર્દ થવા પર ડોક્ટરની સલાહ જરૂર લેવી. 

ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરથી બચવુ
એક્સપર્ટસની માનીએ, તો કોઈ પણ કેન્સરથી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે તમારા ડાયટમાં સુધારો અને જરૂરી બદલાવ કરવો. સાથે જ વધતા વજન પર કન્ટ્રલ કરવાથી પણ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરથી બચી શકાય છે. જો પિત્તની પથરી કે કોઈ સમસ્યા રહી હોય તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ લો. 

કોલનગિયોસ્કોપી કરવું જરૂરી
મેડિકલ દખલ જેમ કે કોલનગિયોસ્કોપીની મદદથી કેન્સરને જોવા અને તેના ઉત્તકોને પરીક્ષણ કરવામાં મદદ મળે છે. તેનાતી પિત્તાશયની થેલીના કેન્સર વિશે જલ્દી જ માહિતી મળી જાય છે. પરંતુ રુટીન ચેકઅપ અને નોર્મલ ડોક્ટરી સલાહથી તેની માહિતી મળતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news