VIRAL VIDEO : જૂઓ સૈયદ અકબરૂદ્દીને પાક. પત્રકારની કેવી રીતે બોલતી બંધ કરી દીધી
એક પાકિસ્તાની પત્રકારે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ન કરે ત્યાં સુધી ભારતે વાટાઘાટો શરૂ નહીં કરવાના વલણ સામે સવાલ ઉઠાવ્યો હતો
Trending Photos
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ સૈયદ અક્બરૂદ્દીન શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરતા હતા. એ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ન કરે ત્યાં સુધી ભારતે વાટાઘાટો શરૂ નહીં કરવાના વલણ સામે સવાલ ઉઠાવ્યો હતો. પાકિસ્તાન અને ચીન દ્વારા પત્રકારોને સંબોધ્યા પછી અકબરૂદ્દીન મીડિયા સાથે વાતચીત કરતા હતા.
તેમણે જેવી પત્રકાર પરિષદ કરી ત્યારે અક્બરૂદ્દીને સૌ પહેલા ત્રણ પાકિસ્તાની પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમાંથી એક પત્રકારે સવાલ પુછ્યો, "તમે પાકિસ્તાન સાથે વાટાઘાટો ક્યારે શરૂ કરશો?" અકબરૂદ્દીન પોડિયમ છોડીને ચાલતા-ચાલતા તેમની પાસે ગયા. તેમણે કહ્યું, "તો ચાલો હું સૌથી પહેલા તમારા ત્રણેયની સાથે હાથ મિલાવું અને પછી બધાની સાથે આપણે વાત કરીએ."
આ અગાઉ એક પાકિસ્તાની પત્રકારે અક્બરૂદ્દીનને જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો શરૂ થઈ શકે છે, તો પછી નવી દિલ્હીએ શા માટે તમામ દરવાજા બંધ કરીને રાખ્યા છે. તેને જવાબ આપતા ભારતના રાજદૂતે કહ્યું કે, "વાટાઘાટો ત્યારે જ શરૂ થશે જ્યારે તમે આતંકવાદ બંધ કરશો."
મીડિયા સાથેની આ વાતચીતમાં અકબરૂદ્દીને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, "જમ્મુ-કાશ્મીર અને કલમ 370 એ ભારતની સંપૂર્ણ 'આંતરિક બાબત' છે."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે