5 વર્ષ પહેલાં PM મોદીએ દેશવાસીઓ માટે કર્યુ હતું આ કામ, આજે જમા થઈ ગયા 1 લાખ કરોડ !

RTIની જાણકારી પ્રમાણે 17 જુલાઈ, 2019 સુધી આ યોજના અંતર્ગત કુલ 36.25 કરોડ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને એમાં 1,00,831 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. 

5 વર્ષ પહેલાં PM મોદીએ દેશવાસીઓ માટે કર્યુ હતું આ કામ, આજે જમા થઈ ગયા 1 લાખ કરોડ !

ભોપાલ : પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સ પર બેંક ખાતા ખોલવામાં આવે છે પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતાઓમાં એક લાખ કરોડ રૂપિયા કરતા વધારે રકમ જમા છે. આ મામલે હાલમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને એમાં આ વાતનો ખુલાસો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 2014ના પહેલા સ્વતંત્રતા દિવસ સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ સામાન્ય વ્યક્તિને બેંક સાથે જોડવાનો હતો. 

આ જન ધન યોજનાનો હેતુ હતો કે સમાજનો જે હિસ્સો આર્થિક મુશ્કેલીને કારણે બેંકમાં ખાતું નથી ખોલી શક્યો તેમને મળતી સરકારી રકમ સીધી તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે. મધ્ય પ્રદેશના નિમચ જિલ્લાના સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે આ યોજના વિશે જાણકારી માગી ત્યારે ખબર પડી હતી કે 17 જુલાઈ, 2019 સુધી આ યોજના અંતર્ગત 36.25 કરોડ ખાતા ખુલ્યા છે જેમાં 1,00,831 કરોડ રૂપિયા જમા છે. 

આરટીઆઇમાંથી મળેલી જાણકારી પ્રમાણે આ યોજનાના પાંચ વર્ષ પછી લગભગ 4.99 કરોડ ખાતાઓમાં ઝીરો બેલેન્સ છે. આરટીઆઇ જાણકારીમાં ખુલાસો થયો છે કે ગરીબોમાં લગભગ 14 ટકા એવા છે જેના ખાતામાં એક પણ રૂપિયો નથી. આ યોજનામાં ઝીરો બેલેન્સમાં પણ ખાતું લાઇવ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news