કાકાને પડતા મુકી કાકીએ ભત્રીજા જોડે પાડ્યો મેળ! કાકા ના હોય ત્યારે તો બન્ને કોઈને ગાંઠતા નહોતા
Bihar News: કાકાને પડતા મુકી કાકીએ ભત્રીજા સાથે કરી લીધાં લગ્ન. લાંબા સમયથી ભત્રીજા અને કાકી વચ્ચે ચાલતુ હતુ લફરું. મામલો સામે આવતા આખુ ગામ જોવા ચઢ્યું.
Trending Photos
નવી દિલ્હીઃ ઘણીવાર સંબંધો એવી દિશામાં વળાંક લઈ લે છેકે, સંબંધોની પરિભાષા જ બદલાઈ જાય છે. આવું જ કંઈ જોવા મળ્યું છે બિહારના મુંગેર જિલ્લાના એક ગામમાં. જ્યાં ભત્રીજા સાથે મળી ગઈ હતી કાકીની આંખ. પછી તો કાકાની આંખમાં ધૂળ નાંખીને કાકી અને ભત્રીજો મોજ કરતા. કાકી અને ભત્રીજાનું ઈલુ ઈલુ ચાલ્યુ તો એવું ચાલ્યું કે ધીરે ધીરે બધાને ખબર પડવા લાગી. પણ આ વાત જ્યારે કાકાના કાને પડી ત્યારે તો હડકંપ મચી ગયો.
અહીં વાત થઈ રહી છે બિહારના મુંગેર જિલ્લાની. જ્યાં ક્યારે સારા સંબંધોને લાગી ગઈ વાસનાની હવા એ ખબર જ ન પડી. ભાગલપુરમાં કાકીને ભત્રીજા સાથે પ્રેમ થઇ ગયો. સંબંધો સાચવતા સાચવતા ક્યારે એમની આંખ મળી ગઈ અને ક્યારે આ સારા સંબંધો સેક્સ સુધી પહોંચી ગયા કોઈને ખબર ન રહી. આ કિસ્સો બિહારના ભાગલપુરનો છે.
ભાગલપુરના સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં કાકીને પોતાના ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો. સામે ભત્રીજો પણ કાકીના ગળાડૂબ પ્રેમમાં હતો. કાકી પણ ઉંમર લાયક કાકાને પડતા મુકીને જુવાનજોત ભત્રીજાના પ્રેમમાં પરોવાઈ ગઈ. કાકી-ભત્રીજાનું આ લફરું લગભગ બે વર્ષ સુધી ચાલ્યું. મામલો એ હદે વણસ્યો કે બન્ને એક બીજા વિના રહી સકતા નહોતા. એક બે વાર કાકાએ બન્નેને રંગેહાથ ઝડપી પણ લીધાં.
કહેવાઇ રહ્યું છે કે બંનેને ઘણું સમજાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ના માન્યા તો આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પતિ આ મામલે સુલતાનગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મહિલા ડેસ્કની મદદ માંગી. મહિલા ડેસ્ક દ્વારા કાકી અને ભત્રીજાને પોલીસ સ્ટેશન બોલાવીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બંને લગ્ન કરવા પર અડગ રહ્યા હતા.
બસ ત્યાર બાદ તો કાકાએ જ પછી કંટાળીને ભત્રીજાના લગ્ન તેની કાકી સાથે કરાવી દીધા. આ મામલો ગયા શનિવાર (3 જૂન) રાતનો છે. ખાસ વાત છે કે, રવિવારે (4 જૂન) આ લગ્ન થયા અને આ લગ્ન કરવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સુલતાનગંજના હનુમાન મંદિરમાં બંનેના એટલે કે કાકી અને ભત્રીજાના લગ્ન કરાવી દીધા. પતિએ કહ્યું કે, મારી પત્ની જેની સાથે સંમત હતી તે છોકરા સાથે મેં લગ્ન કર્યા. પત્નીએ કહ્યું કે તે આ જ છોકરા સાથે લગ્ન કરશે. મારા લગ્ન 2017માં થયા હતા. એક પુત્ર છે. મેં બંનેને ઘણીવાર સાથે જોયા હતા.
ભત્રીજો ઘરે આવ્યો અને કાકાનું મન બગડ્યુંઃ
પતિએ જણાવ્યું કે, 2017માં તેના લગ્ન મુંગેર જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી પતિ-પત્ની વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા, પરંતુ 2021 પછી તેમના જીવનમાં તેમનો ભત્રીજો આવ્યો. તેની પત્ની મોટા ભાઈના પુત્ર તરફ આકર્ષાવા લાગી. બંનેનો પ્રેમ ગાઢ થયો અને વધવા લાગ્યો. જ્યારે પરિવારજનોને ખબર પડી ત્યારે આ વિશે બન્નેને સમજાવવામાં પણ આવ્યું, પરંતુ તેની કોઈ અસર ના દેખાઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે