Cyclone Alert: 1 નહીં 2 વાવાઝોડાનું જોખમ? આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં બે વાવાઝોડાની આશંકા જતાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં બે જગ્યાએ ઓછા દબાણવાળા ક્ષેત્ર બની રહ્યા છે. જેનાથી બંગાળ અને તેની આજુબાજુના ક્ષેત્રો પર 2 ચક્રવાતી તોફાનનું જોખમ તોળાઈ રહ્યું છે. 

Cyclone Alert: 1 નહીં 2 વાવાઝોડાનું જોખમ? આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Cyclone Alert: બંગાળની ખાડીમાં બે વાવાઝોડાની આશંકા જતાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં બે જગ્યાએ ઓછા દબાણવાળા ક્ષેત્ર બની રહ્યા છે. જેનાથી બંગાળ અને તેની આજુબાજુના ક્ષેત્રો પર 2 ચક્રવાતી તોફાનનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભઆગે ઓછા દબાણવાળું ક્ષેત્ર બન્યા બાદ ઓડિશાના કાંઠા વિસ્તારોમાં 45 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમાંથી એક ચક્રવાત ગંભીર રૂપમાં ફેરવાય તેવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે વધુમાં કહ્યું કે 15 નવેમ્બરથી આંધ્ર પ્રદેશ કાંઠા પાસે અને આજુબાજુ પવનની ગતિ વધી શકે છે. 

ભારતીય હવામાન ખાતા (આઈએમડી)એ બુધવારે ઓડિશાના અનેક કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. કારણ કે બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાયું છે. 

આઈએમડીએ એક બુલેટિનમાં કહ્યું કે સવારે સાડા આઠ વાગે મંગળવારે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ અને આડુબાજુના આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ પર બનેલા હળવા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયું અને એક ડિપ્રેશનમાં ફેરવાઈને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં કેન્દ્રીત થઈ ગયું. જે વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી લગભઘ 510 કિમી દક્ષિણ-પૂર્વમાં પારાદીપ (ઓડિશા)થી 650 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને દીઘા (પશ્ચિમ પંગાળ)થી 790 કિમી દક્ષિણમાં છે. 

આઈએમડીના મહાનિદેશક (ડીજી) મૃત્યુજંય મહાપાત્રએ કહ્યું કે આ તંત્રના શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, પછી તે ઉત્તર પશ્ચિમ તરફ અને ગુરુવારે સવારે આંધ્ર પ્રદેશ તટથી દૂર પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 

આઈએમડીના ડીજીએ કહ્યું કે ત્યારબાદ તે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ વળશે અને 17 નવેમ્બરના રોજ સવારે ઓડિશા તટની પાસે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર તથા 18 નવેમ્બરની સવારે ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના કાંઠા પર પહોંચશે. આ બધા વચ્ચે મોટાભાગના કાંઠા વિસ્તારમાં વાદળ છવાયેલા રહ્યા જ્યારે દક્ષિણ ક્ષેત્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડ્યો. 

આઈએમડી એલર્ટ
IMD એ કહ્યું છે કે જો ઓછા દબાણવાળું આ ક્ષેત્ર તીવ્ર થઈને  ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તો તેને 'મિધિલી' કહેવામાં આવશે. IMD એ માછીમારોને આગામી સૂચના સુધી 15થી 17 નવેમ્બર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે 15 નવેમ્બરે ઓડિશાના કેટલાક કાંઠા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે કહ્યું છે કે આગામી દિવસોમાં તેની તીવ્રતા વધવાની શક્યતા છે અને 16 નવેમ્બરના રોજ અલગ અલગ સ્થળો પર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

બીજુ પણ તોફાન?
ડાઉન ટુ અર્થ મુજબ હવામાન વૈજ્ઞાનિકોએ વધુ એક વાયુ ચક્રવાતી પરિસંચરણ જોયું છે જે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમી ભાગો પર બનેલું છે. દક્ષિણ કોરિયાના જેજુ નેશનલ યુનિવર્સિટીના ટાઈફૂન રિચર્ચ સેન્ટરના અનુસંધાન વૈજ્ઞાનિક વિનિત કુમાર સિંહે કહ્યું કે તેનાથી હળવા દબાણનું ક્ષેત્ર પણ ઉત્પન્ન થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news