Patra Chawl Scam: સંજય રાઉતને ઝટકો, કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા
Sanjay Raut News: ઈડીએ રવિવારે સંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા અને આશરે 9 કલાકની પૂછપરછ બાદ શિવસેના નેતાને કસ્ટડીમાં લીધા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ પાત્રા ચાલ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગ કેસમાં શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઈડીએ સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી. ઈડીએ રવિવારે રંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા અને આશરે 9 કલાકની પૂછપરછ બાદ શિવસેના નેતાને કસ્ટડીમાં લીધા હતા. આજે કોર્ટમાં સંજય રાઉત તરફથી અશોક મુંદરગી અને ઈડી તરફથી હિતેન વેનેગાવકરે દલીલો કરી હતી.
કોર્ટમાં ઈડીના વકીલે તર્ક આપ્યો કે ગુરૂ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ ડાયરેક્ટર પ્રવીણ રાઉતે એકપણ પૈસાનું રોકાણ કર્યું નથી. તેને 112 કરોડ રૂપિયા મળ્યા. તપાસથી જાણવા મળે છે કે સંજય અને વર્ષા રાઉતના ખાતામાં 1.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાઉત અને તેમનો પરિવાર 1.6 કરોડ રૂપિયાનો લાભાર્થી છે.
Mumbai | Court sends Sanjay Raut to ED custody till August 4th in connection with Patra Chawl case.
(File photo) pic.twitter.com/nYxihBTdWi
— ANI (@ANI) August 1, 2022
શું કહ્યું ઈડીના વકીલે?
ઈડીના વકીલ એડ હિતેન વેનેગાવકરે કોર્ટને જણાવ્યું કે તપાસથી સામે આવ્યું કે તે પૈસા (1.6 કરોડ રૂપિયા) માંથી અલીબાગના કિહિમ બીચ પર જમીન ખરીદવામાં આવી હતી. એક પ્લોટ સપના પાટકરના નામ પર લેવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણ રાઉત સંજય રાઉતના ફ્રંટ મેન હતા. સંજય રાઉતને ચાર વખત સમન્સ પાઠવવામાં આવ્યું પરંતુ તે માત્ર એકવાર એજન્સી સમક્ષ રજૂ થયા. આ દરમિયાન સંજય રાઉતે પૂરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો. સંજય રાઉત અને તેના પરિવારને સીધો ફાયદો મળ્યો છે. રાઉત પરિવારે મની લોન્ડ્રિંગ કર્યું છે.
પ્રવીણ રાઉતની કંપનીથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યાઃ ઈડી
ઈડીએ કહ્યું કે એક વર્ષમાં 1 કરોડ સંજય રાઉત અને વર્ષા રાઉતના ખાતામાં નાખવામાં આવ્યા. દાદર ફ્લેટ માટે સંજય રાઉતના ખાતામાં 37 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા. તેને પ્રવીણ રાઉતની કંપનીથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સંજય રાઉતે આ પૈસાથી અલીબાગમાં જમીન ખરીદી. 2010-2011 વચ્ચે પાત્રા ચાલના પૈસાથી સંજય રાઉતે અલીબાગમાં 8 જગ્યાઓ પર જમીન ખરીદી. 2010-2011 વચ્ચે સંજય રાઉતના ઘણા વિદેશ પ્રવાસને ફાઇનાન્સ કરવામાં આવ્યા હતા. 2010-2011 વચ્ચે પ્રવીણ રાઉત તરફથી સંજય રાઉતને દર મહિને બે લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં હતા. તે તપાસમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે