Corona ના ઘટતા કેસ વચ્ચે આ 2 રાજ્યોએ ચિંતા વધારી, પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે

દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે.પણ આ રાજ્યોએ ચિંતા વધારી દીધી છે. 

Corona ના ઘટતા કેસ વચ્ચે આ 2 રાજ્યોએ ચિંતા વધારી, પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે

ઝી બ્યૂરો: દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે. પણ આ બધા વચ્ચે કેરળથી આવેલી ખબરે ચિંતા વધારી  દીધી છે. આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પોઝિટિવિટી રેટ ફરીથી વધવા લાગ્યો છે. હાલ દેશમાં કોરોનાના જેટલા નવા કેસ સામે આવે છે તેમાં કેરળનો ભાગ લગભગ 60 ટકા જેટલો છે. આ જ હાલ પૂર્વોત્તર રાજ્ય મિઝોરમના પણ છે. અહીં પણ પોઝિટિવિટી રેટ ખુબ વધારે થયો છે. 

નવા 24 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,354 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં 26,727 નવા દર્દીઓ નોંધાયા હતા. હાલ દેશમાં 2,73,889 દર્દીઓ સારવાર  હેઠળ છે. જે 197 દિવસનો સૌથી ઓછો આંકડો છે. દેશમાં કોરોનાથી 234 લોકોના મોત થયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 97.86 છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. 

મહીનાઓ બાદ પણ કોઈ સુધાર નથી
નવા કેસ મુદ્દે કેરળની વાત કરીએ તો આજે જાહેર કરાયેલા આંકડા મુજબ આજે જાહેર કરાયેલા 24,354 નવા કેસમાંથી 13,834 કેસ કેરળમાં નોંધાયા છે. જ્યારે 95 મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ કેરળમાં છેલ્લા 14 દિવસની અંદર દર 100 કોરોના ટેસ્ટમાંથી 16 પોઝિટિવ જોવા મળ્યા છે. એટલે કે મહિનાઓ વીતવા છતાં રાજ્યની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી. ઉલ્ટું સ્થિતિ બગડી રહી છે. એ જ રીતે મિઝોરમમાં પણ પોઝિટિવિટી રેટ 17 ટકા કરતા વધુ છે. ત્યારબાદ સિક્કિમ, મણિપુર અને મેઘાલયનો નંબર આવે છે. જ્યાં પોઝિટિવિટી રેટ 5થી 8 ટકા છે. 

— ANI (@ANI) October 2, 2021

અહીં પોઝિટિવિટી રેટમાં જોવા મળ્યો ઘટાડો
આંકડા જણાવે છે કે 16થી 29 સપ્ટેમ્બર વચ્ચે દેશનો પોઝિટિવિટી રેટ 2 ટકાથી પણ નીચે રહ્યો છે. બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા, ગુજરાત વગેરે એવા રાજ્યો છે જ્યાં હાલ સંક્રમણની તપાસ ચાલુ છે. આ રાજ્યોમાં પ્રતિ 10 ટેસ્ટિંગમાં કોરોના કેસની સંખ્યા ઓછી થઈને 0.006% થઈ છે. જ્યારે ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ સહિત અડધા ડઝન રાજ્યોમાં મેના પહેલા પખવાડિયામાં 42 ટકા સુધી પોઝિટિવિટી રેટ જોવા મળ્યો હતો. ગોવામાં સૌથી વધુ 42 ટકા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં ક્રમશ 31 ટકા અને 30 ટકા હતો. કેરળમાં તે સમયે 27 ટકા હતો. 

આ રાજ્યોએ કોરોનાને કર્યો કાબૂમાં
કેરળને બાદ કરતા ચાર અન્ય પર્યટન સ્થળો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર તથા ગોવાએ કોરોનાને ઘણી હદે કાબૂમાં કરી લીધો છે. સક્રિય કેસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 36,000, તામિલનાડુમાં 17200, મિઝોરમમાં 16015, કર્ણાટકમાં 12500 અને આંધ્ર પ્રદેશમાં 11700થી વધુ સક્રિય કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news