FIR Against Amazon: મહારાષ્ટ્રમાં એમેઝોન સામે આ ગુનામાં નોંધાઈ ફરિયાદ, તપાસમાં થયો મોટો ખુલાસો

FIR Against amazon.in: મહારાષ્ટ્રમાં એમેઝોન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વખતે એમેઝોન પર ગર્ભપાતની દવા પ્રિસક્રિપ્શન વગર વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સાથે જ દવાની ડિલીવરી સાથે તેનું બિલ પણ આપવામાં આવ્યું નથી.

FIR Against Amazon: મહારાષ્ટ્રમાં એમેઝોન સામે આ ગુનામાં નોંધાઈ ફરિયાદ, તપાસમાં થયો મોટો ખુલાસો

FIR Against amazon.in: ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મહારાષ્ટ્રએ ઇ-કોમર્સ વેબસાઈટ એમેઝોન સામે એફઆઇઆર નોંધી છે. એમેઝોન દ્વારા અબોર્શન ડ્રગનું ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાણવા મળ્યું હતું. જો કે, આ દવાના વેચાણ માટે વેબસાઈટ કોઈપણ પ્રકારનું પ્રિસક્રિપ્શન પણ માંગી રહી નથી.

મળતી માહિતી અનુસાર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાણવા મળ્યું કે A-Kare બ્રાન્ડની ગર્ભપાતની દવાનો ઓર્ડર એમેઝોને સ્વીકારી લીધો. જેના માટે ઓર્ડર કરનાર પાસેથી કોઈ પ્રકારનું પ્રિસક્રિપ્શન પણ માંગ્યું નથી. થોડા સમય પછી એડ્રેસ પર A-Kare બ્રાન્ડની અબોર્શનની દવાની ડિલિવરી પણ કરવામાં આવી હતી. જો કે, આ સાથે પણ કોઈ પ્રકારનું બીલ આપવામાં આવ્યું ન હતું.

ડિલિવરીમાં જણાવવામાં આવ્યું હતું કે, સંબંધિત દવા ઓડિશાથી ડિલિવરી કરવામાં આવી છે. પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે, દવા ઓડિશામાં કોઈ વિક્રેતાના ત્યાંથી ડિલિવરી કરવામાં આવી નથી પરંતુ સેલર આઇડી એક અન્ય શખ્સના નામથી રજિસ્ટર્ડ હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એમેઝોન પર ધ્વજનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. તે સમયે પણ કંપની સામે એફઆઇઆર નોંધાવવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news