BJPનું મિશન 2024: બ્લૂ પ્રિંટ તૈયાર, પીએમ મોદીની 100 રેલીઓ, અહીં રહેશે ખાસ ધ્યાન

પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સરકાર બનાવ્યા બાદ ભાજપ મિશન 2024 માટે લાગી ગયું છે. લોકસભા ચૂંટણીમાં બમ્પર જીત માટે પાર્ટીએ બ્લૂ પ્રિંટ પણ તૈયાર કરી લીધી છે. 
 

BJPનું મિશન 2024: બ્લૂ પ્રિંટ તૈયાર, પીએમ મોદીની 100 રેલીઓ, અહીં રહેશે ખાસ ધ્યાન

નવી દિલ્હીઃ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સરકાર બનાવ્યા બાદ ભાજપે મિશન 2024ની શરૂઆત કરી દીધી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં બમ્પર જીત માટે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી લીધી છે. હિન્દી બેલ્ટમાં ભાજપ પોતાનો દબદબો માને છે. આવી સ્થિતિમાં, ભાજપનું ધ્યાન ત્રણ સ્થાનો પર છે, તે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને દક્ષિણ ભારતના રાજ્યો છે. 2024 માટે ભાજપ આ વર્ષથી જ સંપૂર્ણ તાકાત લગાવવા માંગે છે. પાર્ટીનો સૌથી મોટો ચહેરો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછી 100 રેલીઓ કરશે. આ રાજ્યોમાં મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત, મહિલાઓ અને લઘુમતીઓ સુધી પહોંચ વધારવાનો સમાવેશ થાય છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતમાં 160 મતવિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

2 માર્ચે, ઐતિહાસિક પરિણામો સાથે, ભાજપ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સરકારો બનાવવામાં સફળ રહી હતી. ઉજવણી દરમિયાન ભાજપે મિશન 2024ની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ભાજપે 2024માં બમ્પર જીત માટે ત્રણ પર વિશેષ ફોકસ રાખ્યું છે. પ્રથમ- દક્ષિણ ભારતીય રાજ્યો, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. આ માટે પીએમ મોદી આ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછી 100 રેલીઓ કરશે.

મોટી પરિયોજનાઓ, મહિલાઓ અને અલ્પસંખ્યકો સુધી પહોંચ
ભાજપે લોકસભા ચૂંટણીમાં ત્રીજીવાર સતત જીત હાસિલ કરવા માટે બ્લૂ પ્રિંટ પણ તૈયાર કરી લીધી છે. પીએમ મોદીએ પોતાની 100 રેલીઓમાં દક્ષિણ રાજ્યો, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મોટી પરિયોજનાઓની જાહેરાત કરી શકે છે. આ સિવાય મહિલાઓ અને અલ્પસંખ્યકો પર ફોકસ પણ કરશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ કેટલીક વસ્તી ભાજપ માટે 2024નો માર્ગ સરળ કરી શકે છે. 

મહિલા મોર્ચા વિંગને મહિલાઓ સુધી પહોંચ વધારવા પર ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. તો અલ્પસંખ્યક મોર્ચાને 10 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફીલ્ડ પર ઉતરીને મહેનત કરવાનું કહેવામાં આવ્યું છે. મોર્ચાનું ફોકસ 60 લોકસભા ક્ષેત્ર પર રહેશે. તેની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. 

આ રાજ્યો પર ફોકસ
2024 માટે ભાજપની રડાર પર તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરલ પર વધુ છે. આ વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાની સરકાર ફરી બનશે તેને લઈને વિશ્વાસુ છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું ધ્યાન પોતાનીજીતના ક્ષેત્રનો વિસ્તાર કરવાનું છે. આ બે રાજ્યોમાં અલગ રણનીતિ હેઠળ કામ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news