ભોપાલમાં રાત્રે 11 વાગ્યે પોલીસ કોન્સ્ટેબલે યુવતી સાથે કર્યું એવું કામ જોઈને તમે પણ ધિક્કારશો

કોન્સ્ટેબલનો દાવો છે કે વીડિયોમાં જોવા મળતી યુવતી તેની મિત્ર છે. તે સોમવારે નશાની હાલતમાં તેને મળી ગઈ હતી. તેની સુરક્ષા માટે તે યુવતીને ઘરે છોડી જવા માટે કહે તો હતો.

ભોપાલમાં રાત્રે 11 વાગ્યે પોલીસ કોન્સ્ટેબલે યુવતી સાથે કર્યું એવું કામ જોઈને તમે પણ ધિક્કારશો

નવી દિલ્હીઃ રાજધાની ભોપાલના પોલીસ સ્ટેશનમાં પદસ્થ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં કોન્સ્ટેબલ યુવતી સાથે ઝપાઝપી કરતો જોવા મળે છે. વીડિયો વાયરલ થયા પછી કોન્સ્ટેબલની સ્પષ્ટતા પણ સામે આવી. કોન્સ્ટેબલનો દાવો છે કે વીડિયોમાં જોવા મળતી યુવતી તેની મિત્ર છે. તે સોમવારે નશાની હાલતમાં તેને મળી ગઈ હતી. તેની સુરક્ષા માટે તે યુવતીને ઘરે છોડી જવા માટે કહે તો હતો. પરંતુ યુવતી ના પાડી રહી હતી માટે તે જબરદસ્તી યુવતીને પોતાની બાઈક પર બેસાડવાનો પ્રયત્ન કરતો હતો. તે જ સમયે કોઈએ તે ઘટનાનો વીડિયો બનાવી દીધો અને વાયરલ થઈ ગયો.

વીડિયો સોમવાર રતનો લગભગ 11 વાગ્યાનો છે-
પુષ્પેન્દ્રસિંહ નામનો કોન્સ્ટેબલ કોહેફિજા થાણામાં ફરજ બજાવે છે. પટનાનો આ વીડિયો સોમવારે રાત્રિના સમયનો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. કોન્સ્ટેબલ વીડિયોમાં બાઈક પર બેઠેલો જોવા મળી રહ્યો છે. તેની પાસે અક યુવતી ઉભેલી દેખાઈ રહી છે. આ યુવતી સાથે આ પોલીસ કોન્સ્ટેબલ ઝપાઝપી કરતો જોવા મળે છે.

વીડિયો અંગ કોન્સ્ટબલે આપી સફાઈ-
કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ સોમવારે હનુમાનગંજ વિસ્તારમાં થઈને પસાર થઈ રહ્યા હતા તેજ સમયમાં પુષ્પેન્દ્રસિંહે તમની ફ્રેન્ડને જોઈ જે ફુલ નશામાં હતી. તે સરખી રીતે ઉભી પણ રહી શકતી ન હતી. તેની કહ્યું નશાની હાલતમાં જઈ શકતી નથી કોઈ ઘટના બની જશે. આ સમય દરમિયા પુષ્પેન્દ્રસિંહ તેની ફ્રકેન્ડનો હાથ પકડીને તેને બાઈક પર બેસાડતો હતો. યુવતી બાઈક બેસવાની ના પાડતી હતી. 

TIએ પણ કરી સ્પષ્ટતા-
હનુમાનગંજ પોલીસ મથકના ટીઆઈ મહેન્દ્રસિંહે કહ્યું કે, અસરાની માર્કેટની આ ઘટના છે. હજુ સુધી કોઈ પક્ષે ફરિયાદ નોંધાવી નથી. પુષ્પેન્દ્રસિંહ સાથે ઘર્ષણ બાદ પણ પુષ્પેન્દ્ર  તે યુવતીને ઘરે મુકીને આવ્યો હતો. 

પોલીસ અધિકારીએ કરી તપાસની વાત-
વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યૂઝર્સ ભોપાલ પોલીસને લઈને અલગ-અલગ વાતો કરી રહ્યા છે. ટ્વિટર પર એક યૂઝર્સે વીજિયોને ટ્વિટ કરીને લખ્યું કે, જે પોલીસ સાથે મહિલાની સુરક્ષાની જવાબદારી છે તે જ પોલીસ મહિલાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરશે તો મહિલાની સુરક્ષા કોણ કરશે. પોલીસ અધિકરી હવે આ મમાલે તપાસ કરશે તેવી વાત ચાલી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news