INDIA નહીં...હવે ભારત જ હશે દેશનું નામ? BJP નેતાઓનો સંકેત અને કોંગ્રેસનો આરોપ

INDIA vs Bharat Debate: શું હવે દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત જ રહેશે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક ટ્વીટ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. 

INDIA નહીં...હવે ભારત જ હશે દેશનું નામ? BJP નેતાઓનો સંકેત અને કોંગ્રેસનો આરોપ

ભારતના બંધારણમાં દેશનું નામ  'INDIA that is BHARAT' લખવામાં આવ્યું છે. વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખવામાં આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચા છેડાઈ છે. હવે ચર્ચા છે કે સંસદના વિશેષ સત્રમાં બંધારણમાંથી 'INDIA' નામને હટાવવામાં આવી શકે છે. અસમના સીએમ હિમંતા બિસ્વ સરમાએ એક ટ્વીટમાં આવા સંકેત પણ આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગંભીર આરોપ લગાવ્યા છે કે જી20 સંમેલનના કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. હાલમાં જ સત્તા પક્ષના અનેક નેતાઓએ પણ INDIA નામને ગુલામીનું પ્રતિક ગણાવતા તેને હટાવવાની અપીલ પણ કરી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ 18-22 સપ્ટેમ્બર દરમિયાન મળનારા સંસદના વિશેષ સત્રમાં સરકાર ઈન્ડિયા શબ્દને હટાવવાના પ્રસ્તાવ સંબંધિત બિલ પણ રજૂ કરી શકે છે. આ ઉપરાંત વિશેષ સત્ર દરમિયાન મૂન મિશન ચંદ્રયાન 3 અને આદિત્ય-એલ1 સોલર મિશનના લોન્ચિંગ સહિત દેશ દ્વારા મેળવવામાં આવેલી સફળતાઓ ઉપર પણ ચર્ચા થવાની શક્યતા છે. જેમણે ખુબ વૈશ્વિક પ્રશંસા મેળવી. સૂત્રોના જણાવ્યાં મુજબ 2047 સુધીમાં ભારતને વિક્સિત દેશ બનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આ વિષય પર ચર્ચા પણ થશે. 

જયરામ રમેશના દાવાથી ખળભળાટ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક ટ્વીટ  કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન તરફથી 9 સપ્ટેમ્બરના રોજ જી20 સંમેલનના ડિનર માટે જે આમંત્રણ મોકલવામાં આવ્યું છે તે પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામથી મોકલવામાં આવ્યું છે. તેમણે અહીં ભારતીય બંધારણની કલમ 1નો પણ ઉલ્લેખ કર્યો છે જે દેશના નામને વર્ણિત કરે છે. 

After all, what is the objective of INDIA parties?

It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust.

Judega BHARAT
Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK

— Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023

અનેક સાંસદો કરી ચૂક્યા છે માગણી
સોમવારે એવા સમાચાર આવ્યા કે ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ભારતના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે ઈન્ડિયા શબ્દ ગુલામીનો પર્યાય છે અને બંધારણ સંશોધનથી તેને હટાવી  દેવો જોઈએ. હરનાથ સિંહ જેવી જ વાત નરેશ બંસલે પણ કરી છે. આ સાસંદોનું માનવું છે કે કોઈ દેશના બે નામ હોઈ શકે ખરા? આ સાંસદોનું એવું પણ માનવું છે કે ઈન્ડિયા ગુલામીનું પ્રતિક છે જ્યારે ભારત આપણા વારસાની ઓળખ છે. 

સીએમ હિમંતાની ટ્વીટ
આ બધી અટકળો વચ્ચે જ્યારે આ મુદ્દા પર ચર્ચા વધવા લાગી અને વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા સામે આવવા લાગી તો અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ એક ટ્વીટ કરીને  કહ્યું કે ભારત ગણરાજ્ય- ખુશી અને ગર્વ છે કે આપણી સભ્યતા સાહસપૂર્વક અમૃતકાળ તરફ આગળ વધી રહી છે. 

— Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023

RSS એ પણ કહ્યું-દેશનું એક નામ, ફક્ત ભારત હોય
આ રહી બે દિવસની વાત પરંતુ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ શુક્રવારે કહ્યું હતું કે ઈન્ડિયાની જગ્યાએ ભારતનો ઉપયોગ થવો જોઈએ. તેમણે લોકોને તે પોતાની આદતમાં સામેલ કરવાની પણ અપીલ કરી. તેમણે કહ્યું કે ભારત નામ પ્રાચીનકાળથી ચાલતું આવ્યું છે અને તેને આગળ વધારવું જોઈએ. ભાગવત શુક્રવારે સકલ જૈન સમાજના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણા દેશનું નામ સદીઓથી ભારત રહ્યું છે. ભાષા કોઈ પણ હોય, પણ નામ એક જ રહે છે. 

નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃતકાળના પાંચ વ્રતો પર  ભાર આપતા કહ્યું હતું કે તેમાંથી એક ગુલામી માનસિકતાથી મુક્તિ પણ સામેલ છે. આ દિશામાં સરકારેઅનેક પગલાં ભર્યા છે. જેમાં શિક્ષણ નીતિમાં ફેરફારથી લઈને પ્રતિકોને હટાવવા. ગુલામી સંબંધિત રસ્તાઓ અને સ્થાનોના નામ બદલવા, ઔપનિવેશિક સત્તા સાથે જોડાયેલા લોકોની મૂર્તિઓ હટાવવી અને પ્રમુખ (ઐતિહાસિક) ભારતીયોની મૂર્તિઓ સામેલ કરવું એ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news