Data Leak: 11 કરોડ યૂઝર્સનો ડેટા વેચાશે ડાર્ક વેબ પર? પેમેન્ટ એપ તરફથી આવ્યું મોટું નિવેદન
મોબાઈલથી લેવડદેવડ કરતા હોવ તો તમારા માટે એક માઠા સમાચાર છે. સાઈબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખ રાજહારિયા અને ફ્રેન્ચ સાઈબર સિક્યુરિટી એક્સપ્રટ ઈલિયટ એન્ડરસને ચોંકાવનારો દાવો કર્યો છે. જે મુજબ લગભગ 11 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા એક હેકર ફોરમે ડાર્ક વેબ પર વેચવા માટે મૂક્યો છે. એવી પણ માહિતી મળી છે કે આ ડેટા એક પેમેન્ટ એપનો ઉપયોગ કરનારા યૂઝર્સનો છે.
Trending Photos
નવી દિલ્હી: મોબાઈલથી લેવડદેવડ કરતા હોવ તો તમારા માટે એક માઠા સમાચાર છે. સાઈબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખ રાજહારિયા અને ફ્રેન્ચ સાઈબર સિક્યુરિટી એક્સપ્રટ ઈલિયટ એન્ડરસને ચોંકાવનારો દાવો કર્યો છે. જે મુજબ લગભગ 11 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા એક હેકર ફોરમે ડાર્ક વેબ પર વેચવા માટે મૂક્યો છે. એવી પણ માહિતી મળી છે કે આ ડેટા એક પેમેન્ટ એપનો ઉપયોગ કરનારા યૂઝર્સનો છે. જો કે કંપની ડેટાલીકની વાત ફગાવી રહી છે.
તેમણે કહ્યું કે પહેલા પણ પેમેન્ટ એપને સાવધ કરવામાં આવી હતી. પરંતુ તેમણે ધ્યાન આપ્યું નહીં. હેકર ગ્રુપ લીક કરાયેલા ડેટાને 26 માર્ચથી ઓનલાઈન વેચી રહ્યા છે. હેકર ગ્રુપની એક પોસ્ટ મુજબ ડેટા 1.5 બિટકોઈન (લગભગ 63 લાખ રૂપિયા) માં વેચવામાં આવી રહ્યો છે. ડાર્ક વેબ પર શેર કરાયેલા આ ડેટાની સાઈટ લગભગ 350 જીબી છે. કહેવાય છે કે આ પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકથી લીક થયો છે. દેશમાં મોબિક્વિકના 12 કરોડથી વધુ યૂઝર છે.
પેમેન્ટ એપે કરી સ્પષ્ટતા
આ બાજુ મોબિક્વિકે પોતાના બ્લોકમાં પક્ષ રજુ કરતા કહ્યું કે કેટલાક યૂઝર્સે જણાવ્યું છે કે તેમનો ડેટા ડાર્ક વેબ પર છે. યૂઝર્સ અનેક પ્લેટફોર્મ પર પોતાનો ડેટા શેર કરે છે. આવામાં એ કહેવું ખોટું છે કે તેમનો ડેટા અમારાથી લીક થયો છે. એપથી લેવડદેવડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને OTP બેસ્ડ છે.
'આ મામલો પહેલીવાર ગત મહિને રિપોર્ટ કરવામાં આવ્યો હતો તો કંપનીએ બહારના સુરક્ષા વિશેષજ્ઞોની મદદથી સંપૂર્ણ તપાસ કરી. કોઈ વાયોલેશનનો પુરાવો મળ્યો નથી. કંપની સંપૂર્ણ રીતે સાવધાની સાથે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે.'
Again!! 11 Crore Indian Cardholder's Cards Data Including personal details & KYC soft copy(PAN, Aadhar etc) allegedly leaked from a company's Server in India. 6 TB KYC Data and 350GB compressed mysql dump.@RBI @IndianCERT #InfoSec #dataprotection #Finance pic.twitter.com/yjc7davH3k
— Rajshekhar Rajaharia (@rajaharia) February 26, 2021
જે ડેટાને સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેમાંથી 9.9 કરોડ મેલ, ફોન પાસવર્ડ્સ, એડ્રસ અને ઈન્સ્ટોલ્ડ એપ ડેટા, IP એડ્રસ અને GPS લોકેશન જેવો ડેટા સામેલ છે. આ બધા ઉપરાંત તેમાં પાસપોર્ટ ડિટેલ્સ, પેનકાર્ડ ડિટેલ્સ, ક્રેડિટ કાર્ડ નંબર, ડેબિટ કાર્ડ નંબર, અને આધાર કાર્ડ ડિટેલ્સ પણ સામેલ છે.
ઈતિહાસનો સૌથી મોટો ડેટા લીક!
પેમેન્ટ એપના આ કથિત ડેટા લીકનો દાવો રાજશેખર ઉપરાંત એક ફ્રેન્ચ સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ ઈલિયટ એન્ડરસને પણ કર્યો છે. ઈલિયટ એન્ડરસને 29 માર્ચના રોજ એક ટ્વીટ કરતા કહ્યું હતું કે કદાચ તે ઈતિહાસનો સૌથી મોટો ડેટા લીક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે