નોકરી માટે વિદેશ જનારા લોકોને સરકાર આપશે મોટી ભેટ, કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત

India Social Security Agreement: નોકરી માટે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા સમજુતી પર બે દેશો સાથે વાત કરી રહી છે. આ હેઠળ રોજગાર માટે વિદેશ જનારાને એસએસએ દેશોમાં સામાજિક સુરક્ષા યોજનાઓમાં યોગદાન કરવાની જરૂર રહેશે નહીં. 

નોકરી માટે વિદેશ જનારા લોકોને સરકાર આપશે મોટી ભેટ, કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ જો તમે પણ નોકરી કરવા માટે વિદેશ જવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. હવે સરકાર તમને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા સમજુતી પર અમેરિકા અને બ્રિટનની સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાણકારી આપી છે. જો બંને દેશો વચ્ચે આ કરાર થાય તો અમેરિકા અને બ્રિટનમાં ભારતીય કર્મચારીઓએ સામાજિક સુરક્ષા માટે ડબલ યોગદાન કરવું પડશે નહીં. 

કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી
હકીકતમાં આ બંને દેશો વચ્ચે જો સહમતી બને છે તો અમેરિકા અને બ્રિટનમાં ભારતીય કર્મચારીઓએ સામાજિક સુરક્ષા માટે બેવડું યોગદાન કરવું પડશે નહીં. નોકરીદાતા સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ કર્મચારીઓ માટે ડબલ સામાજિક સુરક્ષા યોગદાનથી બચી શકશે. એટલે કે રોજગાર માટે વિદેશ જનારા લોકો માટે આ મોટો ફાયદો હશે. 

જાણો ક્યા દેશો સાથે છે કરાર?
હવે વાત કરીએ કે ભારત ક્યા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે? ભારતનો બેલ્જિયમ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, હંગરી, ફિનલેન્ડ, સ્વીડન, ચેક ગણરાજ્ય, નોર્વે, ઓસ્ટ્રિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને પોર્ટુગલની સાથે સામાજિક સુરક્ષા કરાર છે. એટલે કે આ દેશોમાં નોકરી માટે જનાર લોકોને સરકાર મોટો લાભ આપવાની તૈયારીમાં છે. 

યોગદાનની જરૂર રહેશે નહીં
આ એક સમજુતી છે જે હેઠળ સહમતી થવા પર રોજગાર માટે વિદેશ જનાર ભારતીયોને એસએસએ દેશોમાં સામાજિક સુરક્ષા યોજનાઓમાં યોગદાન આપવાની જરૂર રહેતી નથી. એટલે કે આ સમજુતી બાદ વિદેશ જનાર ભારતીયોને એસએસએ દેશોમાં સામાજિક સુરક્ષા યોજનાઓમાં યોગદાન દેવાની જરૂર હોતી નથી. આ સમજુતી બાદ તે અને તેના નોકરીદાતા વિદેશમાં સેવા કરતા ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ચલાવવામાં આવી રહેલી સામાજિક સુરક્ષા યોજનાઓને જારી રાખી શકે છે. એટલે કે કુલ મળીને સરકારની આ યોજનાથી વિદેશ જતા કર્મચારીઓને ફાયદો થવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news