J&K Pulwama IED Blast: વર્ષનો સૌથી મોટો આતંકવાદી હૂમલો, 40CRPF જવાન શહીદ

મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ જવાનોના કાફલા પર પહેલા ફાયરિંગ કર્યું અને ત્યારબાદ કારમાં બ્લાસ્ટ કર્યો હતો. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

J&K Pulwama IED Blast: વર્ષનો સૌથી મોટો આતંકવાદી હૂમલો, 40CRPF જવાન શહીદ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હૂમલો થયો છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ આત્મઘાતી હૂમલો કરીને સીઆરપીએફની બસને ઉડાવી દીધી હતી. આ હૂમલામાં 20 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા હતા. 45થી વધારે જવાનો  ઘાયલ થયા છે. સતત આ હૂમલા બાદ  નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, એનએસજીના વિસ્ફોટક વિશેષજ્ઞ, એનઆઇએનાં તપાસકર્તા પુલવામાં આતંકવાદી હૂમલાનાં સ્થળે જશે. જમ્મુ કાશ્મીર પુલવામાં આતંકવાદી હૂમલાની તપાસમાં એનઆઇએનો સમાવેશ કરવામાં આવશે. એવામાં સંરક્ષણ નિષ્ણાંતો આ વાત પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે એટલા મોટા કાફલો અહીંથી આ રીતે પસાર ન થવું જોઇતું હતું. 
સુરક્ષા અધિકારીના અનુસાર જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટની જૈશ એ મોહમ્મદે જવાબદારી લીધી છે. સુત્રો અનુસાર આ એક આત્મઘાતી હૂમલો  છે. આ આત્મઘાતી હૂમલાને જૈશના આતંકવાદી આદિલ અહેમદ ડારે કાવત્રાને અંજામ આપ્યો છે. હૂમલામાં 45થી વધારે જવાનો ઘાયલ થયા છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઘટના પર રાખી રહ્યા છે બારીક નજર
પુલવામાં આતંકવાદી હૂમલા અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સતત નજર રાખી રહ્યા છીએ. સતત CRPFના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થિતી પર બારીક નજર રાખી રહ્યા છે. 

રાજ્યના સલાહકારે કરી મીટિંગ
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી. તેમણે કહ્યું કે, જ્યારે પણ આતંકવાદી સમુહ પર દબાણ પડે છે, તેઓ આ પ્રકારનું કૃત્ય કરે છે. તમે જાણો છો કે હાલમાં જ સુરક્ષા એજન્સીઓનાં ટોપના આતંકવાદી સમૂહોની વિરુદ્ધ અભિયાન ચલાવેલું છે. 

22 જવાન શહીદ
આત્મઘાતી હૂમલામાં શહીદ થનારા જવાનોની સંખ્યા વધીને હવે 22 જવાનો શહીદ થયા હોવાની માહિતી છે. 

76 બટાલિયન સીઆરપીએફની હતી બસ, બેસેલા હતા 39 જવાનો
આ આત્મઘાતી હૂમલાનો શિકાર 76Bn CRPFની બસ થઇ હતી. યાત્રીઓની યાદી અનુસાર બસમાં આશરે 39 જવાન હતા. આત્મઘાતી હૂમલાના કાવત્રાને પાર પાડનારો આદિલ અહેમદ ડાર, પુલવામાંનાં કાકપોરાનો જ રહેવાસી છે. તે ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં જાકીર મુસાના ગજવત ઉલ હિંદમાં જોડાયા બાદ આતંકવાદી બન્યો હતો. થોડા મહિના પહેલા જ તેણે જૈશ જોઇન કર્યું હતું. 

કોંગ્રેસે રાષ્ટ્રીય શોક જેવી ઘટનામાં પણ રાજનીતિ ચાલુ કરી
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે પુલવામાં આતંકવાદી હૂમલા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રણદીપ સુરજેવાલે કહ્યું કે, મોદી સરકારના પાંચ વર્ષનાં કાર્યકાળમાં 18થી વધારે આતંકવાદી હૂમલા થઇ ચુક્યા છે. 

— ANI (@ANI) February 14, 2019

મુફ્તીએ કહ્યું સર્જીકલ સ્ટ્રાઇકથી કંઇ જ પ્રાપ્ત નથી થતું
જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે, ભારતને સર્જીકલ સ્ટ્રાઇક કરીને કંઇ જ નથી મળ્યું. દેશને આ વસ્તુઓ ખતમ કરવા માટે કોઇ બીજી જ પદ્ધતી અપનાવવી પડશે. મહેબુબાએ કહ્યું કે, અવંતીપોરાથી દુલ દુખાવનારા સમાચાર આવી રહ્યા છે, અહીં સુરક્ષાદળોનાં 12 જવાન શહીદ થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે, આ તેઓ આ આતંકવાદી હૂમલાની નિંદા કરવા માટે કોઇ જ શબ્દો પુરતા નથી. ખબર નહી કેમ આતંકવાદીઓની ક્રુરતાને ખતમ કરવા માટે આપણે કેટલા જીવ ગુમાવવા પડશે. 

— Mehbooba Mufti (@MehboobaMufti) February 14, 2019

હુમલા બાદ ગરજ્યું હિન્દુસ્તાન
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ વી.કે સિંહે કહ્યું કે, તેઓ શહીદોનાં લોહીનાં એકે-એક ટીપાનો બદલો લેશે. 

 

— Vijay Kumar Singh (@Gen_VKSingh) February 14, 2019

રાજનાથે કરી ડીજી સાથે વાત
જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ હૂમલાની નિંદા કરી છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ હૂમલા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને આ હૂમલાની નિંદા કરી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ DG CRPF આર.આર ભટનાગર સાથે પુલવામાં હૂમલા અંગે વાત કરી હતી. 

રાહુલ ગાંધીએ પણ હૂમલાની નિંદા કરી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકવાદી હૂમલાની નિંદા કરી હતી. 

 

 

જમ્મુ અને કાશ્મીરમાં 2019નો સૌથી મોટો આતંકવાદી હૂમલો થયો છે. ગુરૂવારે બપોરે અવંતીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોના કાફલાને નિશાન બનાવ્યો હતો. આતંકવાદીઓએ વિસ્તારમાં જવાનો પર પહેલા ગોળીબાર કર્યો અને પછી તેમના પર કારમાં રાખેલ આઇઇડી બ્લાસ્ટ કર્યો. સમાચાર એજન્સીઓ અનુસાર આ હૂમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નાં 18 જવાન શહીદ થયા છે. ઉરી બાદનો આ સૌથી મોટો આતંકવાદી હૂમલો હોવાનું જણાવાઇ રહ્યું છે. આ આતંકવાદી હૂમલો પુલવામાં જિલ્લાનાં અવંતીપોરામાં ગોરીપોરા વિસ્તારમાં થયો. 
હૂમલામાં 45થી વધારે જવાનો ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓનાં અનુસાર જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફ જવાનોને નિશઆન બનાવીને કરવામાં આવેલા આઇઇડી વિસ્ફોટની જૈશ એ મોહમ્મદે જવાબદારી સ્વીકારી છે. સુત્રો અનુસાર કહેવાઇ રહ્યું છે કે આ એક આત્મઘાતી હૂમલા પાછળ જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
હૂમલો ત્યારે થયો જ્યારે સીઆરપીએફનો કાફલો જમ્મુથી કાશ્મીર જઇ રહ્યો હતો. કાફલામાં 70 વાહન હતા. તેમાંથી એક બસને સૌથી વધારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. સેનાના અધિકારીઓ અનુસાર 2001-02માં આ પ્રકારનાં આત્મઘાતી હૂમલાઓ કરવામાં આવ્યા હતા. 

જમ્મૂ અને કાશ્મીરના રાજમાર્ગ પર અવંતીપોરમાં આતંકવાદીઓએ ગુરૂવારે બપોરે સુરક્ષા દળને નિશાન બનાવી આઇઇડી બ્લાસ્ટમાં 18 જવાનો શહીદ થયા છે જ્યારે અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ જવાનોના કાફલા પર પહેલા ફાયરિંગ કર્યું અને ત્યારબાદ કારમાં બ્લાસ્ટ કર્યો હતો. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એરિયામાં સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, જમ્મૂ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના એક ખાનગી વિદ્યાલયમાં ગઇકાલે થેયલા એક વિસ્ફોટમાં 12 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

— ANI (@ANI) February 14, 2019

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, બ્લાસ્ટ જિલ્લામાં કાકપુરા વિસ્તારના નરબંલ ગામમાં બપોરના સમયે થયો હતો. વિસ્ફોટથી ધોરણ 10ના ઓછામાં ઓછા 12 વિદ્યાર્તીઓ ઘાયલ થયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસરા પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે કે વિસ્ફોટ કઇ રીતે થયો હતો. આ સંબંધમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news