TVS એ લોન્ચ કરી આ લોકપ્રિય બાઇકનું 'કારગિલ એડિશન', ભારતીય સેનાથી પ્રેરિત છે આ મોટરસાઇકલ
TVS Star City Plus કારગિલ એડિશનમાં 109.7 સીસીનું સિંગલ સિલિંડર એર કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. તેમાં આગળ અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવી છે જે વધુ સુરક્ષા માટે સિંક્રોનાઇઝ્ડ બ્રેકિંગ સિસ્ટમ (SBS) થી સજ્જ છે.
Trending Photos
TVS Star City Plus 'Kargil' એડિશન હવે દેશભરના ડીલરોને ત્યાં પહોંચાડવા લાગ્યા છે. ભારતીય સેનાથી પ્રેરિત આ બાઇકમાં ઘણી વસ્તુઓ ખાસ છે કિંમતોમાં કોઇ ખાસ ફરક નથી. તમને જણાવી દઇએ કે ટીવીએસ સ્ટાર સીટી પ્લસ એડિશનના ટોપ વર્જન પર આધારિત આ બાઇકના ફ્યૂલ ટેંક, સાઇડ પેનલ અને પાછળના ભાગ પર ભારતીય સેના દ્વારા ઉપયોગ કરવામાં આવતા કલર સ્કીમ જોવા મળશે.
TVS Star City Plus કારગિલ એડિશનના ફીચર્સ
TVS Star City Plus કારગિલ એડિશનમાં 109.7 સીસીનું સિંગલ સિલિંડર એર કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. તેમાં આગળ અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવી છે જે વધુ સુરક્ષા માટે સિંક્રોનાઇઝ્ડ બ્રેકિંગ સિસ્ટમ (SBS) થી સજ્જ છે.
ગત વર્ષે જુલાઇમાં કરી હતી આ બાઇકની જાહેરાત
ટીવીએસ મોટર કંપનીએ ગત વર્ષે જુલાઇમાં 'કારગિલ કોલિંગ-રાઇડ ફોર ધ રિયલ સ્ટાર્સ' અભિયાનની જાહેરાત ભારતીય રક્ષા બળોના યોગદાનને મનાવવા માટે કરી હતી. 26 જુલાઇ 2018ના રોજ કારગિલ દિવસના અવસર પર દેશભરમાં ટીવીએસ મોટર કંપની 3,000 ટચ પોઈન્ટ પર દેશભરના લોકોએ આ રાઇડમાં ભાગ લીધો છે. તેમાં 1 લાખ બાઇકર્સે ભાગ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે