આ છે ભારતના 7 આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશન, જ્યાં વિદેશથી અવર-જવર કરે છે ટ્રેન

Indian train to pakistan from which station? ભારતમાં બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશથી જોડનાર ઘણા રેલવે સ્ટેશન છે. જાણો આ રેલવે સ્ટેશન કયા રાજ્યોમાં છે અને તેના નામ શું છે?

આ છે ભારતના 7 આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશન, જ્યાં વિદેશથી અવર-જવર કરે છે ટ્રેન

International Indian railway stations: ભારતમાં કેટલાક અનોખા રેલવે સ્ટેશન છે જે યાત્રિકોને સીધા પાડોશી દેશ સાથે જોડે છે. જે આંતરરાષ્ટ્રીય સ્થળોને જોવાની એક સુવિધાજનક અને આકર્ષિક રીત પ્રદાન કરે છે. આ સ્ટેશન સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વેપાર અને પર્યટન માટે મહત્વપૂર્ણ કડીના રૂપમાં કામ કરે છે, જે બે દેશો વચ્ચે સંબંધ મજબૂત કરે છે.

આવો ભારતના સાત એવા રેલવે સ્ટેશનો વિશે જાણીએ જે વિદેશી દેશો માટે સીધી ટ્રેન સેવાઓ પ્રદાન કરે છે. 

ભારતમાં આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશન
આપણામાંથી ઘણા લોકોને નવા દેશો અને તેની સંસ્કૃતિને જાણવાની ઈચ્છા હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે ઉડાનો સૌથી સામાન્ય રીત છે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેન દ્વારા પણ  સરહદ પાર કરી શકાય છે? હાં, ભારતમાં કેટલાક એવા રેલવે સ્ટેશન છે જે બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશ સાથે જોડાયેલા છે. 

ભારતને બીજા દેશોથી જોડનાર 7 રેલવે સ્ટેશન
ભારતમાં બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોને જોડનાર કેટલાક રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન સરહદ પારની યાત્રા સરળ બનાવે છે અને ટ્રેનની મુસાફરી કરી અદ્ભુત નજારા જોવાનો અવસર પ્રદાન કરે છે.

ભારતના 7 આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશનોનું લિસ્ટ
1. હલ્દીબારી રેલવે સ્ટેશન (કૂચ બિહાર, પશ્ચિમ બંગાળ), અહીંથી ટ્રેન બાંગ્લાદેશ જાય છે.
2. જયનગર રેલવે સ્ટેશન (મધુબની, બિહાર), અહીંથી ટ્રેન નેપાળ જાય છે.
3. પેટ્રાપોલ રેલવે સ્ટેશન (ઉત્તર 24 પરગણા, પશ્ચિમ બંગાળ), અહીંથી ટ્રેન બાંગ્લાદેશ જાય છે.
4. સિંઘબાદ રેલવે સ્ટેશન (માલદા, પશ્ચિમ બંગાળ), અહીંથી ટ્રેન બાંગ્લાદેશ જાય છે.
5. જોગબાની રેલવે સ્ટેશન (અરરિયા, બિહાર), અહીંથી ટ્રેન નેપાળ જાય છે.
6. રાધિકાપુર રેલવે સ્ટેશન (ઉત્તર દિનાજપુર, પશ્ચિમ બંગાળ), અહીંથી ટ્રેન બાંગ્લાદેશ જાય છે.
7. અટારી રેલવે સ્ટેશન (અમૃતસર, પંજાબ), અહીંથી ટ્રેન પાકિસ્તાન જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news