કુંભ મેળા બાદ કયાં ગાયબ થઈ જાય છે નાગા સાધુ? તેમની રહસ્યમયી દુનિયા વિશે AtoZ જાણકારી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થઈ ગયો છે. કુંભ મેળાની સાથે નાગા સાધુઓની ચર્ચા ખુબ થઈ રહી છે. લોકોને નાગા સાધુઓના જીવન વિશે જાણવામાં ઉત્સુકતા રહે છે. આવો અમે તમને નાગા સાધુઓના જીવન વિશે સંપૂર્ણ જાણકારી આપીશું. 
 

 કુંભ મેળા બાદ કયાં ગાયબ થઈ જાય છે નાગા સાધુ? તેમની રહસ્યમયી દુનિયા વિશે AtoZ જાણકારી

Mahakumbh Mela 2025: પ્રયાગરાજ મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી 2025થી થયો હતો અને દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં આસ્થાની ડુબકી લગાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે 144 વર્ષ બાદ તીર્થનગરી પ્રયાગરાજમાં પૂર્ણ કુંભનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આમ તો મહાકુંભ દર 12 વર્ષે લાગે છે અને જ્યારે 12-12 વર્ષનો 12મો તબક્કો પૂર્ણ થાય છે તો તેને પૂર્ણ કુંભ કહેવામાં આવે છે. કુંભ મેળો દર 12 વર્ષમાં ચાર પવિત્ર સ્થળ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક પર આયોજીત કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કુંભ મેળાનું આયોજન ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના આધારે કરવામાં આવે છે. કુંભ મેળો ત્યારે આયોજીત થાય છે જ્યારે સૂર્ય તથા ચંદ્રમા અન્ય શુભ સ્થાનો પર હોય છે, ત્યારે મહાકુંભનો સમય બને છે અને આ સંયોગ દર 144 વર્ષમાં એકવાર આવે છે. આ સાથે મહાકુંભ પર પૂર્ણિમા, રવિ યોગ, ભદ્રવાસ યોગનું નિર્માણ થવાનું છે, જેની શુભ અસર લોકો પર થશે.

તો તમને જણાવી દઈએ કે કુંભમાં 13 અખાડાના સાધુ-સંતો સામેલ થાય છે અને  તે સૌથી પહેલા ક્રમાનુસાર સ્નાન કરે છે. તમને જણાવી દઈએ કે કુંભમાં નાગા સાધુ પણ સામેલ થાય છે. આવો જાણીએ નાગા સાધુ કઈ રીતે બને છે અને તે કુંભ બાદ કયાં જતા રહે છે.

કઈ રીતે બને છે નાગા સાધુ
નાગા સાધુ બનવું એટલું સરળ નથી. તમને જણાવી દઈએ કે અખાડા સમિતિ દ્વારા વ્યક્તિને નાગા સાધુ બનાવવામાં આવે છે. તે માટે વ્યક્તિએ ઘણા પ્રકારની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયામાં 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનો સમય લાગે છે. આ પરીક્ષામાં સફળ થવા માટે સાધકે 5 ગુરૂ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવાની હોય છે. શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશ દ્વારા, જેને પંચ દેવ પણ કહેવામાં આવે છે.

તો નાગા સાધુ બનવા માટે સાંસારિક જીવનનો ત્યાગ કરવો પડે છે. સાથે સ્વંયનું પિંડદાન પણ કરવું પડે છે. તો નાગા સાધુઓની એક વિશેષતા તે પણ હોય છે કે તે ભિક્ષામાં પ્રાપ્ત ભોજન જ ગ્રહણ કરે છે. જો કોઈ દિવસ સાધુને ભોજન ન મળે તો ભૂખ્યા રહેવું પડે છે. નાગા સાધુ શરીર પર કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી માત્ર ભસ્મ લગાવે છે. નાગા સાધુ સમાજના લોકોની સામે માથુ ઝુકાવતા નથી અને ન જીવનમાં ક્યારેય કોઈની નિંદા કરે છે. નાગા સાધુ ક્યારેય વાહનનો પ્રયોગ કરતા નથી.

કુંભ બાદ નાગા સાધુ કઈ જગ્યાએ પરત ફરે છે?
નાગા સાધુ કુંભ મેળા બાદ પોત-પોતાના અખાડામાં પરત જતા રહે છે. અખાડા ભારતના વિવિધ ભાગોમાં સ્થિત હોય છે અને આ સાધુઓ ત્યાં ધ્યાન, સાધના અને ધાર્મિક શિક્ષણનો અભ્યાસ કરે છે. તો કેટલાક નાગા સાધુ કાશી (વારાણસી), હરિદ્વાર, ઋષિકેશ, ઉજ્જૈન કે પ્રયાગરાજ જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનો પર રહે છે. તો તમને જણાવી દઈએ કે નાગા સાધુ બનવા કે નવા નાગા સાધુઓની પ્રક્રિયા (દીક્ષા) પ્રયાગ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનના કુંભમાં કરવામાં આવે છે, પરંતુ તેને અલગ-અલગ નાગા કહેવામાં આવે છે. જૈમ કે પ્રયાગમાં દીક્ષા લેનારા નાગા સાધુઓને રાજરાજેશ્વર કહેવામાં આવે છે. તો ઉજ્જૈનમાં દીક્ષા લેનારાને ખુની નાગા સાધુ કહેવામાં આવે છે અને હરિદ્વારમાં દીક્ષા લેનારને બર્ફાની નાગા સાધુ કહેવામાં આવે છે. આ સાથે નાસિકમાં દીક્ષા ગ્રહણ કનારને બર્ફાની અને ખિચડિયા નાગા સાધુ કહેવામાં આવે છે. તો આ વખતે પ્રયાગરાજ કુંભમાં બે સૌથી મોટા નાગા અખાડા મહાપરિનિર્વાણી અખાડા અને પંચદશનામ જૂના અખાડા સામેલ છે. 

શાહી સ્નાન બાદ જતા રહે છે નાગા સાધુ
નાગા સાધુ શાહી સ્નાન બાદ પોત-પોતાના અખાડામાં પરત જતાં રહે છે. તો પ્રયાગરાજ કુંભમાં ત્રીજું શાહી સ્નાન 3 ફેબ્રુઆી વસંત પંચમી પર છે અને ત્યારબાદ નાગા સાધુ પોત-પોતાના અખાડા પર પરત ફરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news