Jio એ 49 રૂપિયાનો પ્લાન કર્યો લોન્ચ, યુઝર્સને મળશે અનલિમિટેડ ડેટાનો લાભ

રિલાયન્સ જિયોએ માત્ર 49 રૂપિયામાં નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. 
 

Jio એ 49 રૂપિયાનો પ્લાન કર્યો લોન્ચ, યુઝર્સને મળશે અનલિમિટેડ ડેટાનો લાભ

Reliance Jio: રિલાયન્સ જિયો દેશની નંબર-1 ટેલિકોમ કંપની છે. જિયો પોતાના યુઝર્સની જરૂરીયાત પ્રમાણે વિવિધ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયોની પાસે 490 મિલિયનથી વધુ યુઝર્સ છે. જિયો સમયાંતરે પોતાના પ્લાનમાં ફેરફાર કરતું રહે છે. રિલાયન્સ જિયોએ 49 રૂપિયાનો નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે.

માત્ર 49 રૂપિયામાં ડેટા પ્લાન
આ લેખમાં અમે તે ગ્રાહકો માટે એક શાનદાર સમાચાર લાવ્યા છીએ જે સસ્તા ડેટા પેકની શોધમાં છે. રિલાયન્સ જિયોએ માત્ર 49 રૂપિયામાં એક ડેટા પ્લાન રજૂ કર્યો છે, જે વિશેષ રૂપથી તે યુઝર્સ માટે છે જે પોતાની દૈનિક ડેટા મર્યાદાને પાર કરી લે છે અને તેને વધારાના ડેટાની જરૂરીયાત હોય છે. 

પ્લાનની વિશેષતાઓ
આ 49 રૂપિયાનો રિચાર્જ પ્લાન ડેટા પેક્સ કેટેગરી હેઠળ આવે છે, જેમાં કોલિંગ અને એસએમએસની સુવિધા સામેલ નથી.

આ પ્લાન અનલિમિટેડ ડેટા પ્રદાન કરે છે, જેને ઈન્ટરનેટનો વધુ ઉપયોગ છે તેના માટે એક આદર્શ વિકલ્પ છે. 

આ પ્લાન તે લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેને ઓછા સમય માટે (એક દિવસ) એક્સ્ટ્રા ડેટાની જરૂર પડે છે. 

જુલાઈ 2024માં રિલાયન્સ જિયોએ પોતાના રિચાર્જની કિંમતમાં વધારો કર્યો હતો અને કેટલાક સસ્તા પ્લાન બંધ કરી દીધા હતા. પરંતુ હવે કંપનીએ પોતાના ગ્રાહકોની જરૂરીયાત સમજતા કેટલાક નવા સસ્તા પ્લાન રજૂ કર્યાં છે. 

49 રૂપિયાના આ સસ્તા ડેટા પ્લાને બજારમાં હલચલ મચાવી દીધી છે અને પોતાની હરીફ કંપનીઓ જેમ કે એરટેલ, વીઆઈ અને બીએસએનએલ પર દબાવ વધારી દીધો છે. આ પ્લાન ગ્રાહકોને સસ્તા ડેટાનો વિકલ્પ આપી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news