8th Pay Commission: બજેટ 2025 પહેલા સરકારી કર્મચારીઓને લાગી લોટરી! આઠમા પગાર પંચને મળી મંજૂરી, જાણો કેટલો વધશે પગાર?
આઠમા પગાર પંચ અંગે ખુબ વાતો વહેતી થઈ હતી અને કર્મચારીઓ ખુબ અસમંજસમાં હતા કે તે આવશે કે નહીં પરંતુ હવે કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જાણો આઠમા પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ.
Trending Photos
8th Pay Commission Approval: કેન્દ્રીય કર્મચારીઓને ગુરુવારે મોદી સરકારે મોટી ભેટ આપી. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ જે આઠમાં પગાર પંચની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આખરે કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. આઠમું પગાર પંચ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન વગેરેની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આઠમાં પગાર પંચની રચનાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે વારંવાર એવી શંકા ઉઠી રહી હતી કે આઠમું પગાર પંચ નહીં આવે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે સાતમું પગાર પંચની સમય મર્યાદા પૂરી થયા બાદ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી શકે છે. હવે નવું પગાર પંચ બનશે અને પગાર રિવિઝન કરાશે. જો કે આ બધુ ક્યાં સુધીમાં લાગૂ થશે તેની કોઈ ડેડલાઈન નથી.
8th Pay Commission: આઠમું પગાર પંચ આવશે જ
લેબર યુનિયન તરફથી સતત વધતા દબાણને પગલે સરકારે તેમને હવે ખુશ કર્યા છે. આગામી પગાર પંચની રચના પર નિર્ણય થઈ ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ તેને મંજૂરી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી આઠમાં પગાર પંચ અંગે અસમંજસનો માહોલ હતો અને કોઈ નવી સિસ્ટમથી પગાર રિવાઈઝ થાય તેવી વાતો વહેતી થઈ હતી. હવે સાતમા પગાર પંચ બાદ આગામી પગાર પંચની તૈયારીઓ થઈ રહી છે. સરકારે પણ તે અંગે પુષ્ટિ કરી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આઠમાં પગાર પંચને મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓની લાંબા સમયની માંગણીને પૂરી કરી છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતા કહ્યું કે, 2026 સુધીમાં સાતમા પગાર પંચની સમયમર્યાદા પૂરી થશે. તે પહેલા આઠમા પગાર પંચની રચનાનું કામ પૂરું થઈ જશે. સરકારે કહ્યું કે 2026 સુધી સાતમું પગાર પંચ રહેશે. તે પૂરું થયા બાદ આઠમા પગાર પંચને લાગૂ કરાશે. નવા પગાર પંચની રચના થયા બાદ સેલરી રિવિઝન થશે.
Central Government Employees ના પગારમાં આવશે જબરદસ્ત ઉછાળો
સૂત્રોનું માનીએ તો જો આઠમું પગાર પંચ આવશે તો પગારમાં સૌથી મોટો ઉછાળો થશે. એટલું જરૂર કહી શકાય કે વાત આગળ વધી છે. સૂત્ર એ પણ જણાવે છે કે હાલ નવું પગાર પંચ ક્યારે આવશે અને ક્યારે નહીં તે કહેવું ઉતાવળ છે. કારણ કે તેની સંપૂર્ણ જવાબદારી પે કમિશનના અધ્યક્ષની હશે. વર્ષ 2026માં નવા પે કમિશનના અધ્યક્ષની પણ જાહેરાત થઈ શકે છે. તેમની દેખરેખમાં જ કમિટીની રચના થશે અને ત્યારબાદ કયા ફોર્મ્યૂલાથી પગારમાં વધારો કરવા અંગેની તસવીર સ્પષ્ટ થઈ શકશે.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "Prime Minister has approved the 8th Central Pay Commission for all employees of Central Government..." pic.twitter.com/lrVUD25hFu
— ANI (@ANI) January 16, 2025
ક્યાં સુધીમાં આવી શકશે આઠમું પગાર પંચ
આઠમા પગાર પંચને રચનાને મંજૂરી મળી ગઈ છે. સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થયા બાદ તેની ભલામણ લાગૂ થઈ શકશે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ આમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. સાતમા પગાર પંચની સરખામણીમાં આઠમાં પગાર પંચમાં અનેક ફેરફાર શક્ય છે. ફિટમેન્ટ ફેક્ટર અંગે પણ કેટલાક ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી સરકાર દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરતી આવી છે.
કેટલો વધશે પગાર
સાતમા પગાર પંચની સરખામણીમાં આઠમા પગાર પંચમાં કર્મચારીઓને લોટરી લાગશે. જો બધુ ઠીક રહેશે તો કર્મચારીઓના પગારમાં સૌથી મોટો ઉછાળો આવવાની શક્યતા છે. કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર વધીને 3.68 ગણો પહોંચી જશે. આ સાથે જ ફોર્મ્યૂલા ગમે તે હોય પરંતુ કર્મચારીઓના બેઝિક પગારમાં 44.44% નો વધારો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે