રાત્રે બ્રેડ ખાવી જોઈએ કે નહીં? જાણો તેને ખાવાનો યોગ્ય સમય ક્યો છે
બ્રેડ નાસ્તામાં લોકો હંમેશા ખાતા હોય છે પકંતુ શું તેને રાત્રે ખાવી ફાયદાકારક છે? આવો તેના વિશે વિસ્તારથી જાણીએ...
Trending Photos
નવી દિલ્હીઃ બ્રેડ આપણા ઘરોમાં નાસ્તાનો એક અભિન્ન ભાગ બની ગયો છે. તમારી પાસે સમય ન હોય ત્યારે પણ તમે બ્રેડ ખાઈ શકો છો અથવા તમારે હેલ્ધી રેસિપી બનાવવી હોય તો પણ તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે સેન્ડવીચથી લઈને પકોડા સુધી ઘણી રીતે બ્રેડનો ઉપયોગ કરી શકો છો. પરંતુ, જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે, તો સમજવા જેવી વાત એ છે કે તમારે બ્રેડનું સેવન ક્યારે કરવું જોઈએ. તેને ખાવાનો સાચો સમય (best time to eat bread)શું છે. જાણો તેના વિશે વિસ્તારથી...
રાત્રે બ્રેડ ખાવી જોઈએ કે નહીં-Is it good to eat bread at night?
રાત્રે બ્રેડ ખાવાથી બચવું જોઈએ. આવું એટલા માટે કે તે બ્લડ શુગર લેવલને વઠધારી શકે છે અને તેમાં એક મોટો સ્પાઇક લાવી શકે છે. આ સિવાય રાત્રે બ્રેડ ખાવાથી અપચાની સમસ્યાનું કારણ બની શકે છે. તેનાથી તમને એસિડિટી થઈ શકે છે અને તમારી પાચનતંત્રની સમસ્યા વધી શકે છે. તેનાથી નીંદર પર પણ અસર પડે છે અને તમે સ્લીપ એપનિયાનો શિકાર થઈ શકો છો. આ સિવાય બ્રેડ ખાવાના અન્ય નુકસાન પણ છે.
- રાત્રે બ્રેડ ખાવી ડાયાબિટીસનું કારણ બની શકે છે.
- રાત્રે બ્રેડ ખાવાથી તમારૂ વનજ વધી શકે છે.
- રાત્રે બ્રેડ ખાવાથી તમે કબજીયાતનો શિકાર બની શકો છો.
- જો તમને પેટ, લિવર અને આંતરડા સાથે બીમારી છે તો તમારે રાત્રે બ્રેડ ન ખાવી જોઈએ.
બ્રેડ ખાવાનો સાચો સમય ક્યો છે-What is the best time to eat bread
બ્રેડ ખાવાનો યોગ્ય સમય લંચ છે. બપોરેનું ભોજન તમને દિવસના બીજા ભાગ માટે એનર્જી આપે છે અને બ્રેડ ખાવી આ સમયમાં તમને મદદગાર થઈ શકે છે. આ સિવાય દિવસમાં બ્રેડ ખાવાથી તમને નીંદર નહીં આવે, જેટલી તમને બીજી વસ્તુ ખાવાથી આવે છે. આ સિવાય તે આરામથી પચી જશે અને તમને એસિડિટીની સમસ્યા નહીં થાય.
તમારે પ્રયત્ન કરવો જોઈએ કે તમે આખા અનાજની બનેલી બ્રેડ ખાઈ શકો. આ સિવાય તમે બ્રાઉન બ્રેડ પણ ખાઈ શકો છો. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે