Giloy Benefits: પરણેલા પુરુષો માટે વરદાન છે ગિલોય, નિયમિત ખાવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા

Giloy Benefits: પુરુષોને સ્પર્મ કાઉન્ટ સંબંધિત સમસ્યા હોય કે પછી પરફોરમેન્સ સંબંધિત સમસ્યા હોય તેને દુર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ગિલોય પુરુષો માટે વરદાન સાબિત થાય છે. 

Giloy Benefits: પરણેલા પુરુષો માટે વરદાન છે ગિલોય, નિયમિત ખાવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા

Giloy Benefits: લગ્ન પછી પુરુષોને પાર્ટનર સાથેની ઈંટીમેસીને લઈને જજ કરવામાં આવે છે. જો લગ્ન પછી પુરુષનું પરફોરમન્સ સારું હોય તો લગ્નજીવન પણ સારું રહે છે. પરંતુ જો પુરુષોને ઈંટીમેસી સંબંધિત સમસ્યા હોય તો લગ્નજીવનમાં પણ સમસ્યાઓ શરુ થઈ જાય છે. ખાસ કરીને સંતાનપ્રાપ્તિ સમયે પુરુષોની આ સમસ્યા મોટી તકલીફ સાબિત થાય છે. 

પુરુષોને સ્પર્મ કાઉન્ટ સંબંધિત સમસ્યા હોય કે પછી પરફોરમન્સ સંબંધિત સમસ્યા હોય તેને દુર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ગિલોય પુરુષો માટે વરદાન સાબિત થાય છે. તેનાથી પુરુષોની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી દુર થઈ શકે છે. 

ગિલોયમાં ફોસ્ફરસ, કોપર, આયરન, ઝીંક, મેંગેનીઝ અને કેલ્શિયમ હોય છે. તો ચાલો તમને જણાવીએ ગિલોય પુરુષો માટે કેવી રીતે ઔષધિ સમાન કામ કરે છે.

ગિલોયથી પુરુષોને થતા ફાયદા

સ્પર્મ કાઉંટમાં સુધારો

પુરુષ પિતા ત્યારે જ બની શકે જ્યારે તેના સ્પર્મ કાઉંટ સારા હોય. સ્પર્મ કાઉન્ટ સારા ન હોય તો પત્નીને ગર્ભધારણમાં સમસ્યા થાય છે. બાળક ન થવાના કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. આવા પુરુષો જો ગિલોયનું સેવન કરે તો સ્પર્મ કાઉંટમાં સુધારો થાય છે. 

સ્પર્મ ક્વોલિટી સુધરે છે

પાર્ટનર સરળતાથી ગર્ભધારણ કરી શકે તે માટે જરૂરી છે કે સ્પર્મની ગુણવત્તા પણ સારી હોય. એટલે કે વધુને વધુ સ્પર્મ એક્ટિવ હોય. ગિલોયનું નિયમિત સેવન કરવાથી સ્પર્મની ગુણવત્તા સુધરે છે. 

શારીરિક ક્ષમતામાં સુધાર

જે પુરુષ નિયમિત રીતે ગિલોય ખાય છે તેની શારીરિક ક્ષમતામાં જબરદસ્ત સુધારો જોવા મળે છે. તેમાં રહેલા ગુણ મેંટલ હેલ્થને પણ સુધારે છે. 

ટેસ્ટોસ્ટેરોન લેવલ સુધરે છે

પુરુષોમાં રહેલું સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન છે. તેનું લેવલ જેટલું વધારે એટલી પુરુષોની પ્રજનન ક્ષમતા સારી રહે છે. જે પુરુષો નિયમિત ગિલોય ખાય છે તેના શરીરમાં આ હોર્મોનનું લેવલ સુધરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news