Body Signals: આ 6 બોડી સિગ્નલથી જાણો કેવી છે તમારી ફિટનેસ, બીમારીનો પણ મળશે સંકેત

Expert Tips: તમારા સ્વાસ્થ્ય વિશે ઘણુ બધું કહી દે છે આ 6 બોડી સિગ્નલ. તમે ક્યારેય પોતાની આંખને ધ્યાનથી જોઈ છે? શું તમે જાણો છો કે તમારી આંખો તમારા સ્વાસ્થ્ય બાબતે ઘણું બધુ કહી દે છે. આંખમાં રહેલો વ્હાઈટ ભાગના રંગથી ખબર પડે છે કે તમારું સ્વાસ્થ્ય કેટલું સારું છે.

Body Signals: આ 6 બોડી સિગ્નલથી જાણો કેવી છે તમારી ફિટનેસ, બીમારીનો પણ મળશે સંકેત

Body Signals: કહેવાય છે ને કે જો તમારું સ્વાસ્થ્ય સારું છે તો બધું જ સારું છે. આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખીએ છીએ પણ ઘણીવાર અમુક બાબતોને નંજર અંદાજ કરતા હોઈએ છીએ. આપણી જીવનશૈલી અને આપણી ખાણીપીણીના કારણે આપણું સ્વાસ્થ્ય બગડતું હોય છે. આ બધા વચ્ચે આપણી બોડી અમુક સિગ્નલ આપે છે જે સિગ્નલથી ખબર પડે છે કે, આપણી બોડી અસ્વસ્થ્ય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, આ સિગ્નથી તમને ખબર પડશે કે તમારી બોડી કેટલી અસ્વસ્થ છે.

આંખનો રંગ-
તમે ક્યારેય પોતાની આંખને ધ્યાનથી જોઈ છે? શું તમે જાણો છો કે તમારી આંખો તમારા સ્વાસ્થ્ય બાબતે ઘણું બધુ કહી દે છે. આંખમાં રહેલો વ્હાઈટ ભાગના રંગથી ખબર પડે છે કે તમારું સ્વાસ્થ્ય કેટલું સારું છે. 

- જો તમારી આંખો પીળી છે તો તેનો મતલબ છે કે તમારા લિવરમાં ઘણી પ્રોબ્લેમ્સ છે. 
- જો તમારી આંખ વારંવાર લાલ થઈ જાય છે તે તેનો મતલબ છે કે તમારી આંખોમાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન છે. 
- કોમ્પ્યૂટર પર વધારે સમય સુધી જોઈ રહેવાથી જો આંખની આસપાસ સોજો આવી જાય છે તો તેનો મતલબ છે કે આઈ સ્ટ્રેન થઈ શકે છે. 

પેઢાનો કલર-
આપણા પેઢાનો રંગ આછા ગુલાબી કે ગુલાબી રંગના હોય છે. જો પેઢાનો કલર લાલ, કાળો અથવા પીળો થઈ જાય તો તેનો મતલબ છે તે તમારી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

-પેઢાની આસપાસ લાલ રંગનો મતલબ છે કે, પેઢાની સેન્સિટિવીમાં કળતર થાય છે.
-કોઈ દવા તમે સતત ખાવ ત્યારે તેની પણ સાઈડ ઈફેક્ટ્સથી પેઢાનો રંગ ધીરે ધીરે કાળો થઈ જાય છે. 

અચાનક વજન વધવું અથવા ઘટવું-
વજન ઘટવું સારી વાત છે પણ જો વજન વારંવાર ફ્લક્ચુએટ કરે છે તો તે ચિંતાની વાત હોય શકે છે. તેની પાછળ અમુક મુખ્ય કારણ જવાબદાર હોય શકે છે. 

-વજનમાં અચાનક બદલાવ એ પણ સંકેત આપે છે કે તમારું થાઈરોઈડ બરાબર કામ નથી કરી રહ્યું. 
-હોર્મોનમાં ફેરફાર થવાના કારણે પણ તમારું વજન ઘટ-વધ થઈ શકે છે. 
-જો તમે સરખી રીતે ઉંઘ નથી લેતા તો પણ તમારું વજન ઘટી શકે છે.

જીભનો રંગ-
જો તમારી જીભ ગુલાબી છે તો તેનો મતલબ છે કે તમે એકદમ ઠીક છો. પરંતુ જીભ વધારે પીળી અથવા સફેદ થઈ જાય તો તેનો મતલબ છે કે તમે અસ્વસ્થ છો.

-તમારી જીભ પર સફેદ રંગનું નિશાન થવાનો મતલબ છે કે, તમને પાચન સંબંધી સમસ્યાઓ છે. 
-જો તમને કડવો સ્વાદ આવી રહ્યો છે અને જીભ પીળા રંગની થઈ ગઈ છે તો તેનો મતલબ છે કે તમે ગોલબ્લેડર અથવા લીવરની સમસ્યાથી પીડિત છો. 
-જો તમારી જીભનો રંગ સામાન્ય સફેદ અથવા ગ્રે થઈ રહ્યો છે તો તેનો મતલબ છે કે તમે ડિહાઈડ્રેટેડ છો અને તમને શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર છે. 

પગમાં સોજો-
તમે ખુરશી પર પગ લટકાવીને બેસો છો તો સોજો આવી જાય છે અથવા તો પગમાં દુખાવો થાય છે. તમારા પગની નસો ચોંટી જાય છે તો તેનો મતલબ છે કે તમે આ સમસ્યાઓથી પીડાવ છો.

-જો આવી સમસ્યા સર્જાય તો તેનો મતલબ છે કે તમે એડિમાથી પીડિત છો. આ ઉચ્ચ રક્તચાપ અથવા હદયની સમસ્યાઓના કારણે થઈ શકે છે. તેના માટે તમારે નિયમિતરૂપે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ. 

શરીર પર ઈજાના નિશાન-
શું તમારા શરીર પર આપમેળે ઈજાના નિશાન થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળી શકતું. તેના બીજી કેટલાક અન્ય કારણો પણ છે. જેમ કે, 

-તમારા શરીરમાં વિટામિન-સીની કમી છે તો તમારું મેટાબોલિઝ્મ પ્રભાવિત થાય છે જેનાથી ઈજાના નિશાન દેખાઈ છે. 
-જ્યારે તમારું શરીર પર્યાર્ત થ્રોમ્બોસાઈટ્સ અથવા પ્લેટલેટ્સનું ઉત્પાદન કરવામાં અસમર્થ રહે છે ત્યારે આવા ઈજાના નિશાન દેખાય છે.

જો તમને આવા ચિન્હો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તમારું ધ્યાન રાખો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news