Bigg Boss 18: બિગ બોસ 18 ની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહી આવી વાત

Bigg Boss 18 Winner Karan Veer Mehra: ટીવીનો પ્રખ્યાત અને લોકપ્રિય રિલાયલીટી શો બિગ બોસ  18 પુરો થયો છે. આ શોની ટ્રોફી કરણવીર મેહરાએ જીતી છે. શો જીત્યા પછી તેણે પોતાની ખુશી વ્યક્ત કરતાં તેના પ્રતિસ્પર્ધી વિવિયન ડીસેના માટે એક વાત પણ કરી હતી.

Bigg Boss 18: બિગ બોસ 18 ની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહી આવી વાત

Bigg Boss 18 Winner Karan Veer Mehra: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો રિયાલિટી શો bigg boss પૂરો થયો છે. Bigg boss ની આ 18મી સિઝન હતી. Bigg boss 18 નો વિનર ટીવી સ્ટાર કરણવીર મેહરા થયો છે. Bigg boss 18 ના ટોપ ફાઈનલીસ્ટમાં વિવિયન ડીસેના, અવિનાશ મિશ્રા, ઈશા સિંહ, ચૂમ દરંગ, રજત દલાલ પણ હતા. આ બધાને માત આપીને કરણવીર મેહરાએ ટ્રોફી પોતાના નામ કરી છે. 

Bigg boss 18 માં લોકોને જબરદસ્ત એન્ટરનેટમેન્ટ જોવા મળ્યું. આ સિઝનમાં લોકોએ ભરપૂર મનોરંજનનો લાભ લીધો. કરણવીર મેહરાએ શો જીત્યા પછી મીડિયા સાથે વાત કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે પોતાના પ્રતિસ્પર્ધી વિવિયનને લઈને પણ કેટલીક વાતો કરી હતી. Bigg boss ના ઘરમાં બંને વચ્ચે ઘણા વિવાદ અને લડાઈઓ થઈ છે. 

કરણવીર મેહરાએ ટ્રોફી જીત્યા પછી કહ્યું હતું કે, તે ખુબ ખુશ છે અને આ શો જીતવો જ તેનું લક્ષ્ય હતું. જ્યારે વિવિયન અને કરણ ટ્રોફી માટે લડી રહ્યા હતા પરંતુ શો જીત્યા બાદ કરણે વિવિયનના વખાણ કર્યા, તેણે કહ્યું કે શોમાં તો તેમના સંબંધમાં ખટાશ આવી ગઈ પરંતુ વિવિયન દિલથી સારો માણસ છે. તે પારિવારિક વ્યક્તિ છે. સાથે જ તેણે સપોર્ટ કરવા અને શો જીતાડવા માટે લોકોનો આભાર માન્યો હતો. 

કરણવીર મહેરાને bigg boss 18 ની ટ્રોફી સાથે 50 લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. આ શોમાં શરૂઆતથી જ કરણવીરનો ગેમ પ્લાન લોકોને પસંદ આવી રહ્યો હતો. જેના કારણે છેલ્લે કરણવીર આ શો જીતી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news