Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ વચ્ચે ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપડાએ પણ લગ્ન કરી લીધા છે. નીરજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે.
Trending Photos
Neeraj Chopra Got Married: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા લગ્નના બંધનમાં બંધાયો છે. નીરજે રવિવારે સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી ફેન્સને આ ખુશખબરી આપી છે. તેણે પોતાની પત્નીનું નામ પણ જણાવ્યું છે. નીરજની પત્નીનું નામ હિમાની છે.
ગોલ્ડન બોય નીરજ ચોપડાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું 'જીવનના નવા અધ્યાયની શરૂઆત પોતાના પરિવાર સાથે કરી. તેણે આગળ લખ્યું- હું દરેક આશીર્વાદ માટે આભારી છું, જો અમને આ ક્ષણ માટે એકસાથે લાવ્યા છે. અંતમાં નીરજે પોતાનું અને હિમાનીનું નામ લખતા વચ્ચે દિલવાળી ઇમોજી પણ લગાવી છે.'
ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે નીરજ
નીરજ ચોપડાએ સતત સારૂ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. આ સિવાય નીરજે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. તેના એક વર્ષ પહેલા એટલે કે 2023ની વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે