રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ખેડૂતો પાસેથી દક્ષિણામાં માંગ્યુ એક વચન

Organic Farming : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે છે જ્યાં તેમણે પ્રથમ દિવસે સૂઇગામ તાલુકાના 3 સીમાવર્તી ગામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને દક્ષિણામાં પ્રાકૃતિક ખેતીનું વચન માંગ્યું હતું
 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ખેડૂતો પાસેથી દક્ષિણામાં માંગ્યુ એક વચન

Gujarat Farmers : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સાથે સંવાદ કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપ્યું. સૂઇગામ તાલુકાના 3 સીમાવર્તી ગામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને દક્ષિણામાં પ્રાકૃતિક ખેતીનું વચન માંગ્યું હતું. ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેમણે સમસ્યાઓના નિવારણ માટે વહીવટીતંત્રને જરૂરી આદેશો કર્યા હતા. સીમાવર્તી ગામોની મુલાકાત અંતર્ગત ગામલોકો સાથેના સંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ રાજ્યપાલે આ વિસ્તારની મુલાકાત લીધી હોય એવું ભાગ્યે જ બન્યું હશે.  

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પ્રથમ દિવસે સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકાના સીમાવર્તી ગામો પાડણ, ભરડવા અને સૂઈગામની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખેડુતોના પ્રશ્નો સાંભળી તેમણે સમસ્યાઓના નિવારણ માટે વહીવટીતંત્રને જરૂરી આદેશો કર્યા હતા. સીમાવર્તી ગામોની મુલાકાત અંતર્ગત ગામલોકો સાથેના સંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ રાજ્યપાલે આ વિસ્તારની મુલાકાત લીધી હોય એવું ભાગ્યે જ બન્યું હશે. 

ગયા વર્ષે આ રીતે તેમણે કચ્છ જિલ્લાના સીમાવર્તી ગામોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત્વે આનંદ વ્યક્ત કરીને કહ્યું કે સરહદી વિસ્તારના ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સરહદનું રક્ષણ કરતા અન્નદાતાઓની મુશ્કેલીઓ જાણવી જોઈએ, અને તેના નિવારણ માટે પ્રયત્નો કરવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. 

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનું માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરતાં રાજ્યપાલે કહ્યું કે, રાસાયણિક ખાતરના વપરાશને લીધે જમીનમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે, ત્યારે જમીનના પોષક તત્વો ટકાવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી માટે અનિવાર્ય એવા જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની ઉપયોગીતા, સૂક્ષ્મ જીવાણુની અનિવાર્યતા અને આચ્છાદનના મહત્વ સમજી. તેમજ રાસાયણિક ખાતર અને જીવામૃત-ઘન જીવામૃતની તુલના અને ભૂમિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે લોકોને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. 

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં, ત્રણ ગણી થશે એમ જણાવી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિધ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટની બજારમાંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય અને તેનાથી થતા લાભો બાબતે સરહદી ગામોના લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.  

રાજ્યપાલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર નજીક આવેલા સૂઇગામ તાલુકાના પ્રવાસે છે, ત્યારે તેમની મુલાકાતના બીજા દિવસે બોરૂ, મસાલી અને માધપુરા ગામની મુલાકાત લઇ આ ગામોના પ્રજાજનો, અગ્રણીઓ, દૂધ મંડળીઓના સભ્યો, પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડુતો અને મહિલા પશુપાલકો સાથે વાર્તાલાપ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news