Nirjala ekadashi: આજે નિર્જળા એકાદશી, 2 શુભ યોગમાં કરો આ દુર્લભ મંત્રનો જાપ, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન

Nirjala ekadashi: આ વખતે 31 મે અને બુધવારે નિર્જળા એકાદશી ઉજવાશે. આ દિવસે બે શુભ યોગ પણ સર્જાઈ રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે. આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

Nirjala ekadashi: આજે નિર્જળા એકાદશી, 2 શુભ યોગમાં કરો આ દુર્લભ મંત્રનો જાપ, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન

Nirjala ekadashi: દરેક મહિનામાં બે એકાદશી આવે છે. એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. આવી રીતે વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે જેમાં નિર્જળા એકાદશીનું સૌથી વધારે મહત્વ હોય છે. આ વ્રત ખૂબ જ કઠોર હોય છે કારણ કે તેમાં પાણી પણ ગ્રહણ કરવાનું હોતું નથી. આ વખતે 31 મે અને બુધવારે નિર્જળા એકાદશી ઉજવાશે. આ દિવસે બે શુભ યોગ પણ સર્જાઈ રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે. આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ વખતે નિર્જળા એકાદશીની તિથિની શરૂઆત 30 મે બપોરે એક કલાક અને સાત મિનિટથી થઈ ગઈ હતી અને તેનું સમાપન 31 મે ના રોજ બપોરે 1: 45 કલાકે થશે. ઉદયાતીથી અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત 31 મે ના દિવસે કરવામાં આવશે. 

આ પણ વાંચો:

શુભ યોગ

આ વર્ષે નિર્જળા એકાદશી પર બે શુભ યોગ બની રહ્યા છે જેમાંથી એક છે સર્વાર્થ સિધ્ધ યોગ અને બીજો રવિ યોગ. આ દિવસે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ બંને યોગ પૂજા કરવાની દ્રષ્ટિએ પણ ઉત્તમ માનવામાં આવે છે.

દાન કરવું

નિર્જળા એકાદશી પર પાણીનો કળશ, મીઠું, તલ, વસ્ત્ર અને અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની ખામી સર્જાતી નથી અને દુઃખથી મુક્તિ મળે છે.

મંત્ર

નિર્જળા એકાદશીના દિવસે કેટલાક દુર્લભ મંત્રનો જાપ કરવાથી જીવનમાં આવેલી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ વધે છે. આ દુર્લભ મંત્ર નીચે દર્શાવ્યા અનુસાર છે.

ॐ હ્રીં કાર્તવિર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્ત્રવાન
યસ્ય સ્મેરણ માત્રેણ હ્રતં નષ્ટં ચ લભ્યતે

ॐ આં સંકર્ષણાય નમ:, મૂલતો બ્રહ્મરુપાય મધ્યતો વિષ્ણુરુપિણે
અગ્રત: શિવરુપાય વૃક્ષરાજાય તે નમ:
આયુ: પ્રજાં ધનં ધાન્યં સૌભાગ્યં સર્વસમ્પદમ્ 
દેહિ દેવ મહાવૃક્ષ ત્વામહં શરણં ગત: 
મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યં, તુલસી ત્વં નમોસ્તુતે,

ॐ અં પ્રદ્યુમ્નાય નમ:

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news