શું તમને પણ થઈ રહી છે આવી તકલીફ? કોરોના પછી 18થી 40 વર્ષના યુવાનોમાં વધી આ ગંભીર સમસ્યા

સોલા સિવિલમાં દર મહિને 15થી 20 દર્દી એક કાનમાં બહેરાશની સમસ્યાના લીધે સારવાર માટે આવે છે. કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડ ફોનનો વધારો ઉપયોગ, હેન્ડસ ફ્રીથી ભારે વોલ્યુમ સાથે મૂવી જોવુ, મ્યુઝિક સાંભળવું તે બહેરાશ માટે જવાબદાર છે. એક કાને બહેરાશ આવી ગઈ છે તેવી ઘણાને ખૂબ મોડેથી જાણ થાય છે.

શું તમને પણ થઈ રહી છે આવી તકલીફ? કોરોના પછી 18થી 40 વર્ષના યુવાનોમાં વધી આ ગંભીર સમસ્યા

Covid Effect: સૌથી ચિંતાજનક બાબત એ છે કે કોવિડ થયા પછી જે લક્ષણો જોવા મળી રહ્યા છે, તેના કારણે લોકો ગભરાઈ રહ્યાં છે. કોવિડ થયા પછી એક મહિલાને ગંભીર પરિણામોનો સામનો કરવો પડ્યો છે. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયાને ગઈકાલે ચાર વર્ષ પૂર્ણ થયા છે. કોરોના ભલે હવે સામાન્ય બની ગયો હોય પરંતુ તેની આડઅસર આજે પણ અનેક લોકોમાં જોવા મળી રહી છે. કોરોના પછી હવે યુવાનોમાં બહેરાશની સમસ્યા વધી ગઈ છે. 

અગાઉ એક કાનમાં બહેરાશ આવી ગઈ હોવાનો 6 માસમાં માંડ એકાદ દર્દી સારવાર માટે આવતા હતા. પરંતુ અત્યારે સોલા સિવિલમાં દર મહિને 15થી 20 દર્દી એક કાનમાં બહેરાશની સમસ્યાના લીધે સારવાર માટે આવે છે. કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડ ફોનનો વધારો ઉપયોગ, હેન્ડસ ફ્રીથી ભારે વોલ્યુમ સાથે મૂવી જોવુ, મ્યુઝિક સાંભળવું તે બહેરાશ માટે જવાબદાર છે. એક કાને બહેરાશ આવી ગઈ છે તેવી ઘણાને ખૂબ મોડેથી જાણ થાય છે.

બહેરાશની સમસ્યાને હળવાશથી લેવાને બદલે તાત્કાલિક તબીબનો સંપર્ક સાધી સારવાર લેવી જોઈએ. કોરોના સંક્રમણ બાદ 18થી 40 વર્ષના યુવાનોમાં એક કાને બહેરાશના કેસનું પ્રમાણ અચાનક વધ્યું છે. ઘણી વાર યુવાનો આ બહેરાશની દરકાર લેતાં નથી, જેના કારણે અકસ્માત સર્જાવા સુધીની સ્થિતિ ઊભી થવા માંડી છે. કોરોના મહામારી પછી યુવાનો પણ વિવિધ બીમારીનો શિકાર બની રહ્યા છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં એક કાને બહેરાશના મહિને 15થી 20 કેસ આવી રહ્યા છે, કોવિડ પહેલાં યુવાનોમાં ભાગ્યે જ આવા કેસ આવતાં હતા. કોરોનાના સમય ગાળામાં વર્ક ફ્રોમ હોમથી હેડફોનનો વધુ પડતો વપરાશ, ઊંચા અવાજે ફિલ્મ જોવા જેવી બાબતો પણ કારણભૂત મનાય છે. 

અભ્યાસમાં પણ બહાર આવ્યું
કોવિડના ચેપ પછી જે બહેરાશ આવે છે તેના પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોવિડને કારણે અચાનક બહેરાશ અથવા સાંભળવાની ખોટનું જોખમ ઘણું વધારે છે. સામાન્ય રીતે હળવા લક્ષણો જોવા મળે છે. સંશોધકો કહે છે કે અચાનક સંવેદનાત્મક શ્રવણશક્તિ ગુમાવવી એ અચાનક બહેરાશ ગણાય છે. આ કોવિડની આડ અસર હોઈ શકે છે. જો કે, આવી સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી ન હતી. ફેફસાં, હૃદય, મગજ, કિડની પર પણ કેટલાક લોકોમાં કોરોનાની નકારાત્મક અસર જોવા મળી છે.

તબીબોનું કહેવું છે કે, કેટલાકને એક કાને બહેરાશ આવી હોય તો પણ તેને ગંભીરતાથી લેતાં નથી, સામાન્ય લોકો બહેરાશને મજાકનું પાત્ર ગણતાં હોવાથી પણ સારવાર લેવામાં વિલંબ કરે છે, જેના કારણે દર્દીને જ કાયમી બહેરાશ થવાનું જોખમ ઊભું થાય છે. તબીબોનું કહેવું છે કે, એક અથવા બે કાને બહેરાશને કારણે ઘણી વાર અકસ્માતના કેસ બને છે, જાહેર રસ્તા ઉપર વાહન ચલાવતાં હોઈએ ત્યારે પાછળથી કોઈ વ્યક્તિ હોર્ન મારે તો પણ હકીકતે સંભળાતું નથી. બહેરાશની સમસ્યાને હળવાશથી લેવાને બદલે તાત્કાલિક તબીબનો સંપર્ક સાધી સારવાર લેવી જોઈએ.

તબીબોના મતે, સિવિયર કોવિડ થયો હોય તેવા લોકોને થ્રોમ્બોસિસ એટલે કે લોહીનો ગંઠાવ થાય છે, જે શરીરના કોઈ પણ અંગ સુધી પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરમાં અવરોધરૂપ બને છે, જો કાનના ભાગને અસર કરે તો શ્રાવણ શક્તિ નબળી પડતી હોવાનું સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news