કેવું હશે ગુજરાત સરકારનું બજેટ? સૌરાષ્ટ્રના સૌથી મોટા આ બન્ને ઉદ્યોગોની શું છે આશા-અપેક્ષા

Gujarat Budget 2024: ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ બીજી વખત 2024-25ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. પહેલી ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત થશે. અને તેના બીજા દિવસે એટલે કે બીજી ફેબ્રુઆરીએ નાણામંત્રી વિધાનસભામાં બજેટ રજૂ કરશે. તો 1 ફેબ્રુઆરીથી લઈ 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે.

કેવું હશે ગુજરાત સરકારનું બજેટ? સૌરાષ્ટ્રના સૌથી મોટા આ બન્ને ઉદ્યોગોની શું છે આશા-અપેક્ષા

Gujarat Budget 2024: પહેલી ફેબ્રુઆરીએ દેશનું અને બીજી ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. દરેક સેક્ટરમાં લોકો આશા અને અપેક્ષાઓ બજેટમાં રાખી રહ્યા છે. ત્યારે ગુજરાત દેશમાં સૌથી વધુ લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી મોટા પાયે માછીમારી થાય છે. તો ઉદ્યોગ ધંધામાં પણ ગુજરાતનો દેશમાં ડંકો છે. ત્યારે માછીમારો અને જામનગરનો બ્રાસ ઉદ્યોગ મોટી અપેક્ષાઓ રાખીને બેઠો છે. શું છે આ બન્ને ઉદ્યોગની આશા-અપેક્ષાઓ?

  • 1 ફેબ્રુઆરીએ ભારત સરકારનું બજેટ
  • 2 ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ
  • શું છે દેશ અને ગુજરાતની અપેક્ષાઓ?
  • ગુજરાતના માછીમારોની શું છે આશાઓ?
  • જામનગરના બ્રાસ ઉદ્યોગની શું છે અપેક્ષાઓ?

સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું જામનગર અનેક ઉદ્યોગ ધંધાને કારણે પણ જાણિતું છે. જામનગરમાં મોટા પાયે બ્રાસ ઉદ્યોગ વિકસ્યો છે. બ્રાસની અવનવી આઈટમોનું ઉત્પાદન જામનગરમાં કરવામાં આવે છે. અને વિદેશમાં નિકાસ પણ કરાય છે. આ ઉદ્યોગથી જામનગરમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. જો કે આ ઉદ્યોગને અનેક સમસ્યાઓને પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વખતના બજેટમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એક મોટી આશા અને અપેક્ષા રાખીને બેઠા છે. શું છે તેમની આશા-અપેક્ષાઓ?

બ્રાસના ઉદ્યોગકારો GST અને એક્સપોર્ટ ડ્યુટીમાં રાહતની માંગણી કરી રહ્યા છે. ઉદ્યોગકારો લેબરના કાયદામાં પણ ફેરફારની માંગણી કરી રહ્યા છે. બ્રાસના ઉદ્યોગકારો સિંગલ વીન્ડો સિસ્ટમની પણ માંગણી કરી રહ્યા છે. સિંગલ વીન્ડ સિસ્ટમથી ઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે તેવો મત ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. તો ઉદ્યોગકારોની સાથે ગુજરાતના માછીમારો પણ ઘણી આશા અને અપેક્ષાઓ રાખીને બેઠા છે. 

  • શું છે માછીમારો અને ઉદ્યોગકારોની બજેટમાં અપેક્ષાઓ?
  • જામનગરના બ્રાસ ઉદ્યોગકારોની અનેક અપેક્ષાઓ
  • GST, એક્સપોર્ટ ડ્યુટીમાં રાહતની માંગણી
  • સિંગલ વીન્ડો સિસ્ટમની ઉદ્યોગકારોની માંગ
  • માછીમારો પણ બજેટમાં રાખી રહ્યા છે અનેક આશાઓ
  • 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે કેન્દ્ર સરકારનું બજેટ 

માછીમારોની શું છે માંગણી?
માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મુખ્ય સમસ્યા ડીઝલના ભાવની છે. ડીઝલના ભાવ ઘટાડવામાં આવે તેવી માંગણી બજેટમાં માછીમારો કરી રહ્યા છે. સાથે જ દરિયામાં વધતુ પ્રદૂષણ ઘટાડવા માટે પણ આશા રાખવામાં આવી રહી છે. જ્યારે કેન્દ્ર અને રાજ્યનું બજેટ આવે ત્યારે દરેક સેક્ટર પોતાની આશા અને અપેક્ષાઓ રાખીને બેસતો હોય છે. ગુજરાતમાં બ્રાસના ઉદ્યોગકારો અને માછીમારોની પોત પોતાની સમસ્યા છે. જેનું નિવારણ લાવવાની જવાબદારી સરકારની છે. ત્યારે સરકાર બજેટમાં આ બન્ને ઉદ્યોગ માટે શું સહાયની જાહેરાત કરે છે તે જોવું રહ્યું. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિકાસને આગળ લઈ જનારા આ બજેટને લઈ સમગ્ર રાજ્ય આશા અને અપેક્ષાઓ રાખીને બેઠું છે. બજેટની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે અને સરકારની સફળતાઓની વાતો કરશે. રાજ્ય સરકારના પ્રવક્તાએ બજેટ પર માહિતી આપતા કહ્યું કે, આ વખતે રાજ્યને આગળ લઈ જનારું બજેટ હશે.

ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ બીજી વખત 2024-25ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. પહેલી ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત થશે. અને તેના બીજા દિવસે એટલે કે બીજી ફેબ્રુઆરીએ નાણામંત્રી વિધાનસભામાં બજેટ રજૂ કરશે. તો 1 ફેબ્રુઆરીથી લઈ 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે. 

અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરના દર્શન માટે સમગ્ર દેશમાંથી લોકો ઉમટી રહ્યા છે. ત્યારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે. આ માટે 5 તારીખે સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી. કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક પણ યોજાઈ હતી. જેમાં બજેટ સત્રને લઈ રણનીતિ નક્કી કરવામાં આવી હતી. વિધાનસભા શાસક પક્ષના હોલમાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બજેટને લઈ લોકોની ઘણી આશા અપેક્ષાઓ છે ત્યારે સરકાર તેના પર કેટલી ખરી ઉતરી શકે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news