ત્રણ સેકન્ડમાં જ મળ્યું મોત, ત્રીજા માળથી નીચે પટકાતી મહિલાના જુઓ લાઈવ CCTV ફૂટેજ

કોરોનાનો ભય ઓછો થતા હાલ લોકો દિવાળીના તહેવારની મજા માણવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને દરેક ઘરમાં મહિલાઓ દ્વારા સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ત્રણ સેકન્ડમાં જ મળ્યું મોત, ત્રીજા માળથી નીચે પટકાતી મહિલાના જુઓ લાઈવ CCTV ફૂટેજ

તેજસ મોદી/ સુરત: કોરોનાનો ભય ઓછો થતા હાલ લોકો દિવાળીના તહેવારની મજા માણવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને દરેક ઘરમાં મહિલાઓ દ્વારા સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે તહેવારની ખુશીનો માહોલ શોકમાં ફેરવાતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં એક મહિલા ઘરની સાફસફાઈ કરી રહી હતી તે દરમિયાન ત્રીજા માળથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે મહિલાના મોતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના ગારિયાધારના વતની અને હાલ સુરતમાં રહેતા 55 વર્ષીય લલિતાબેન જોગાણી દિવાળીના તહેવારને લઇને ઘરની સાફસફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન લલિતાબેન અચાનક ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જો કે, તે સમયે પહેલા માળે એક મહિલા ઉભી હતી. જ્યારે એક યુવક નીચે રસ્તા પર ઉભો હતો. લલિતાબેનને અચાનક ઉપરથી નીચે પટકાતા જોઈ યુવક પણ ચોંકી ગયો હતો. ત્યારે પહેલા માળ પર ઉભેલી મહિલાએ બુમાબુમ કરી મુકતા આસપાસના તમામ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 23, 2021

જો કે, બાદમાં તમામ લોકોએ લલિતાબેનને ઊંચક્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માથાન ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે તહેવારના ખુશીના માહોલમાં લલિતાબેનના મોતથી જોગાણી પરિવાર સહિત સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે દિવાળીના તહેવાર પર ઘરની સાફસફાઈ કરતા સમયે લોકોને સાવચેત રહેવા માટે આ સીસીટીવી ઘણું કહી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news