PM મોદીએ સાત વેક્સીન નિર્માતાઓ સાથે યોજી બેઠક, સીરમ સહિત આ કંપનીના પ્રતિનિધિ રહ્યા હાજર


COVID-19 100 Cr Milestone Jabs: પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સાત વેક્સીન નિર્માતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યુટના સાયરસ પૂનાવાલા પણ હાજર રહ્યા હતા. 
 

PM મોદીએ સાત વેક્સીન નિર્માતાઓ સાથે યોજી બેઠક, સીરમ સહિત આ કંપનીના પ્રતિનિધિ રહ્યા હાજર

નવી દિલ્હીઃ COVID-19 100 Cr Milestone Jabs: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોવિડ-19 વિરોધી રસી બનાવનારી સાત ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદાર પૂનાવાલા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને એમઓએસે સ્વાસ્થ્ય ભારતીય પ્રવીણ પવાર પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રીની આ બેઠક તેવા સમયે થઈ છે, જ્યારે દેશે કોરોના રસીકરણમાં મોટી સિદ્ધિ હાસિલ કરી લીધી છે. ભારત પ્રથમ એવો દેશ બન્યો છે, જેણે લોકોને કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ લગાવ્યા છે. 

બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સીન નિર્માતાઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કોવિશીલ્ડનું નિર્માણ કરનાર સીરમના સીઈઓ અદાર પૂનાવાલા સાથે પણ વાત કરી હતી. 

બેઠકમાં આ કંપનીના પ્રતિનિધિ રહ્યા હાજર
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે પ્રધાનમંત્રીએ આ દરમિયાન રસીને લઈને શોધ સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી સાથે આ મુલાકાતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઈ, જેન્નોવા બાયોફાર્મા અને પૈનેસિયા બાયોટેકના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં અત્યાર સુધી રસીના 101.30 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 

— ANI (@ANI) October 23, 2021

બેઠક બાદ એક વીડિયો સંદેશમાં ઝાયડસ કેડિલાના પંકજ પટેલે કહ્યુ કે, દેશના વૈજ્ઞાનિકોએ રસી વિકસિત કરી, તે માટે સૌથી મોટું કારણ પ્રધાનમંત્રી હતા. તેમણે કહ્યું- પ્રધાનમંત્રીએ શરૂઆતથી અમને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે કહ્યું કે, તમે કરો, સરકાર તમારી સાથે છે. તમને જ્યાં અસુવિધા થશે, સરકાર તમને સહયોગ કરશે. તેથી અમે વેક્સીન વિકસિત કરી શક્યા. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતમાં શરૂ થયેલ નવીનતાનો નવો અધ્યાય ખૂબ જ ઝડપથી આગળ વધશે અને ભારત એક નવીન રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલાએ કહ્યું કે તેમના મનમાં કોઈ શંકા નથી કે જો પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય મંત્રાલયનું નેતૃત્વ ન કર્યું હોત તો આજે ભારત રસીના સો કરોડ ડોઝ આપી શક્યું ન હોત. તેમણે કહ્યું, “જ્યારે તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં પુણે આવ્યા હતા, ત્યારે મેં તેમને ખાતરી આપી હતી કે અમે ભારતને રસીની બાબતમાં આત્મનિર્ભર બનાવીશું અને વિશ્વની સૌથી સસ્તી રસી વિકસાવીશું. આજે તે ખૂબ ખુશ શું કે અમે તે ખાતરી પૂરી કરી છે.

ભારતે 21 ઓક્ટોબરે મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન હેઠળ એક અબજ ડોઝનો આંકડો પાસ કરી ઐતિહાસિલ સિદ્ધિ હાસિલ કરી હતી, જે માટે વિશ્વના અનેક દેશો ભારતને શુભેચ્છા આપી રહ્યાં છે. 

દેશમાં રસીકરણ પાત્ર વયસ્કોમાંથી 75 ટકાથી વધુ લોકોને એક ડોઝ લાગી ચુક્યો છે, જ્યારે આશરે 31 ટકા લોકોને બંને ડોઝ લાગી ગયા છે. નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમામ પાત્ર લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news