તમારા વાહનમાં HSRP નહિ હોય તો આજથી ભરવો પડશે દંડ
આજથી જે વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નહિ લગાવેલ હોય તો વાહન ચાલકોએ દંડ ભરવા તૈયાર રહેવું પડશે. કેમકે રાજ્યની વાહન વ્યવહાર કચેરીએ HSRP લગાવવા સતત 5 વખત મુદતમાં વધારો કર્યો હતો. છતાં લાખો વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ જોવા મળે છે. જેને પગલે અમદાવાદીઓમાં હજુ પણ HSRP મુદ્દે જાગૃતિનો અભાવ છે તેવું કહી શકાય. હાલમાં RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા HSRP નહિ લગાવેલ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું શરૂ કરાયું છે. RTO અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે આજથી ડ્રાઇવ યોજી લોકોમાં HSRP અવેરનેસ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથે જ અમદાવાદના તમામ મોટા જંકશન પર પોલીસ વાહન ચાલકોને 100 રૂપિયા દંડાત્મક કાર્યવાહીના ભાગ રૂપે વસૂલાઈ રહ્યાં છે તેવું આરટીઓ ઈન્સ્પેક્ટર કે.સી.પટેલે જણાવ્યું હતું.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : આજથી જે વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નહિ લગાવેલ હોય તો વાહન ચાલકોએ દંડ ભરવા તૈયાર રહેવું પડશે. કેમકે રાજ્યની વાહન વ્યવહાર કચેરીએ HSRP લગાવવા સતત 5 વખત મુદતમાં વધારો કર્યો હતો. છતાં લાખો વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ જોવા મળે છે. જેને પગલે અમદાવાદીઓમાં હજુ પણ HSRP મુદ્દે જાગૃતિનો અભાવ છે તેવું કહી શકાય. હાલમાં RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા HSRP નહિ લગાવેલ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું શરૂ કરાયું છે. RTO અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે આજથી ડ્રાઇવ યોજી લોકોમાં HSRP અવેરનેસ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથે જ અમદાવાદના તમામ મોટા જંકશન પર પોલીસ વાહન ચાલકોને 100 રૂપિયા દંડાત્મક કાર્યવાહીના ભાગ રૂપે વસૂલાઈ રહ્યાં છે તેવું આરટીઓ ઈન્સ્પેક્ટર કે.સી.પટેલે જણાવ્યું હતું.
કેન્દ્રીય મોટર વાહન નિયમો અનુસારક વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી કમ્પલસરી છે. રાજ્યમાં 16 નવેમ્બર, 2012થી આ નંબર પ્લેટ લગાવવાની કામગીરી આરટીઓ ઓફિસમાં શરૂ કરવામાં આવી હતી. બાદમાં આરટીઓ દ્વારા આ સમયમર્યાદા વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી. જેથી હવે ટ્રાફિક પોલીસ દ્વારા આ નંબર પ્લેટ ન લગાવનારા વાહનચાલકોને દંડ કરવામાં આવશે. વાહન જૂનુ હોય કે નવુ, બે પૈડાનુ હોય કે ચાર પૈડાનું, દરેક વાહનો પર કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના તમામ આરટીઓ ઓફિસ અને ડીલર્સના નેટવર્ક દ્વારા આ નંબર પ્લેટને લગાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હવે જે વાહનો પર આ નંબર પ્લેટ ન હોય તેમને દંડ લાગશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે