હાઈસિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ News

તમારા વાહનમાં HSRP નહિ હોય તો આજથી ભરવો પડશે દંડ
 આજથી જે વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નહિ લગાવેલ હોય તો વાહન ચાલકોએ દંડ ભરવા તૈયાર રહેવું પડશે. કેમકે રાજ્યની વાહન વ્યવહાર કચેરીએ HSRP લગાવવા સતત 5 વખત મુદતમાં વધારો કર્યો હતો. છતાં લાખો વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ જોવા મળે છે. જેને પગલે અમદાવાદીઓમાં હજુ પણ HSRP મુદ્દે જાગૃતિનો અભાવ છે તેવું કહી શકાય. હાલમાં  RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા HSRP નહિ લગાવેલ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું શરૂ કરાયું છે. RTO અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે આજથી ડ્રાઇવ યોજી લોકોમાં HSRP અવેરનેસ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથે જ અમદાવાદના તમામ મોટા જંકશન પર પોલીસ વાહન ચાલકોને 100 રૂપિયા દંડાત્મક કાર્યવાહીના ભાગ રૂપે વસૂલાઈ રહ્યાં છે તેવું આરટીઓ ઈન્સ્પેક્ટર કે.સી.પટેલે જણાવ્યું હતું. 
Sep 4,2019, 15:27 PM IST

Trending news