GUJARAT માં ઓમિક્રોને લીધો એકનો જીવ? નડીયાદનાં 65 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વકરી રહ્યો છે. કોરોનાના આંકડા એક સમયે એક આંકડામાં પહોંચી ચુક્યાં હતા. જો કે હવે કોરોનાના આંકડા 200 ને પણ પાર પહોંચી ચુક્યા છે. એમિક્રોન વેરિયન્ટ પણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. માત્ર અમદાવાદમાં જ રોજનાં 100 થી વધારે કેસ આવી રહ્યા છે. તે જોતા અમદાવાદનું તંત્ર પણ હાઇએલર્ટ પર છે. તેવામાં ખેડા જિલ્લામાં આજે કોરોના ના 6 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વિદેશી આવનારા પ્રવાસીઓ મુદ્દે પણ તંત્ર એલર્ટ પર છે. 
GUJARAT માં ઓમિક્રોને લીધો એકનો જીવ? નડીયાદનાં 65 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વકરી રહ્યો છે. કોરોનાના આંકડા એક સમયે એક આંકડામાં પહોંચી ચુક્યાં હતા. જો કે હવે કોરોનાના આંકડા 200 ને પણ પાર પહોંચી ચુક્યા છે. એમિક્રોન વેરિયન્ટ પણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. માત્ર અમદાવાદમાં જ રોજનાં 100 થી વધારે કેસ આવી રહ્યા છે. તે જોતા અમદાવાદનું તંત્ર પણ હાઇએલર્ટ પર છે. તેવામાં ખેડા જિલ્લામાં આજે કોરોના ના 6 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વિદેશી આવનારા પ્રવાસીઓ મુદ્દે પણ તંત્ર એલર્ટ પર છે. 

જો કે તેવામાં 4 કેસ નડિયાદ શહેરમાં આવતા ફરી એકવાર તંત્ર દોડતું થયું છે. જયારે 1 કેસ માતર તાલુકાના ઉઢેરા ગામ અન્ય 1 કેસ અલીન્દ્રા ગામનો છે. નડિયાદના યોગીનગર આરોગ્ય વિભાગના 40 વર્ષીય કર્મચારી કોરોનાથી સંક્રમિત હતા. યુકેથી આવેલ 65 વર્ષીય વૃદ્ધને કારોના હતા. નડિયાદના પીજ ભાગોળ વિસ્તાર , સંતરામ ડેરી રોડ વિસ્તાર , પંચાયત સદન વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. ખેડા જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી . 

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતા માં વધારો થયો છે. હાલ જિલ્લામાં કુલ 25 કેસ એક્ટિવ કેસ છે. જે પૈકી એક 65 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જેના કારણે તંત્ર દોડતું થયું છે. જો કે વૃદ્ધ ઓમિક્રોન પોઝિટિવ હતા કે કેમ તે અંગે હજી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. હાલમાં કોરોનાને કારણે મોત નિપજ્યું તે કન્ફર્મ છે પરંતુ તે કયા વેરિયન્ટથી સંક્રમિત થયા હતા તે રિપોર્ટ આવ્યા બાદ જ કન્ફર્મ કરી શકાય તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. વૃદ્ધ નડિયાની હોસ્પિટલ રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહે છે. 26 ડિસેમ્બરે નડિયાદના સાધના સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ અને 54 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. વૃદ્ધને એકથી વધારે બિમારીઓ હતી. જો કે 5 દિવસ સારવાર ચાલી પરંતુ આખરે તેમનું મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news