જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદે ભુક્કા કાઢ્યા! જાણો જળબંબાકાર પછી કેટલાં ગામોનો સંપર્ક કપાયો?

જૂનાગઢના મઢડા ગામના રોડ પર એટલું પાણી ભરાયેલું છે કે વાહનો નીકળી શકે તેવી કોઈ સ્થિતિ નથી. જેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડી છે. જિલ્લાના મઢડા, પાડોદર અને બામણાસામાં મુશળધાર વરસાદને કારણે અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ગામ અને ખેતર જાણે નદી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદે ભુક્કા કાઢ્યા! જાણો જળબંબાકાર પછી કેટલાં ગામોનો સંપર્ક કપાયો?

Junagadh Heavy Rains: પોરબંદર પાણી પાણી થઈ ગયું છે, તો હવે વાત કરીએ જૂનાગઢ. જૂનાગઢમાં આવેલો ઘેડ પંથક સિઝનમાં ફરી એકવાર હાલ બેહાલ થઈ ગયો છે. સાર્વત્રિક અનરાધાર વરસાદને કારણે સમગ્ર જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુઓ જૂનાગઢના વરસાદ પર અમારો આ ખાસ અહેવાલ. 

વરસાદ આવ્યો, તો ક્યાંક આનંદ સાથે લઈને આવ્યો, વરસાદ આવ્યો તો ક્યાંક આફત લઈને આવ્યો. આફતનો વરસાદ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે. નદીઓ બે કાંઠે વહી રહી છે, ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ રસ્તા પાણી પાણી થઈ જતાં અનેક ગામ સંપર્ક વિહોણાં બન્યા છે. માળિયાહાટિનામાં તો મુશળધાર વરસાદથી મુશ્કેલી વધી છે. તો ઘેડમાં તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના મઢડા ગામના રોડ પર એટલું પાણી ભરાયેલું છે કે વાહનો નીકળી શકે તેવી કોઈ સ્થિતિ નથી. જેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડી છે. જિલ્લાના મઢડા, પાડોદર અને બામણાસામાં મુશળધાર વરસાદને કારણે અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ગામ અને ખેતર જાણે નદી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

  • ગામ છે કે સરોવર?
  • ગામમાં બોટ ફરે છે
  • ગામમાં જળબંબાકાર 

ગુજરાતમાં વધુ એક બાળકનો વાયરસે ભોગ લીધો, આ જિલ્લામાં પહેલા બાળદર્દીનું મોત

શહેરમાં કેવી સ્થિતિ છે તે તમે સમજી શકો છો. અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, માંગરોળમાં આવેલા ઝાંઝરડા અને મજેવડી અંડરબ્રિજમાં પાણી ભરાતાં અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે. આસપાસના ગામડામાં જવા માટે વાહન ચાલકો આ અંડરપાસનો ઉપયોગ કરે છે. પરંતુ હાલ તેમાં પાણી ભરાઈ જતાં નાના વાહનો જઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી.

  • અંડરપાસ પાણીમાં ગરકાવ
  • શહેરમાં પાણી જ પાણી
  • વાહન વ્યવહાર ઠપ્પ

ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે

ઘેડ પંથકમાં બીજી વખત આવી વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ-ધોરાજી હાઈવે પાણીમાં બનેલો હોય તેવી સ્થિતિ ઉદભવી છે. વાહન ચાલકો પાણી વચ્ચે થઈને જવા માટે મજબૂર બન્યા છે. અડધા વાહન ડૂબી જાય તેટલું પાણી હાઈવે પર અનેક જગ્યાએ ભરેલું છે. તો જૂનાગઢના દોલતપરામાં પણ બજારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે દુકાનોમાં રહેલો માલસામાન પલળી ગયો છે.

  • હાઈવે પર પાણી 
  • વાહન ચાલકોને મુશ્કેલી 
  • વાહનો ડૂબી જાય તેટલું પાણી

કેમ ચાંદીપુરા વાયરસથી થઈ રહ્યાં છે મોત? બચવા માટે સરકારે જણાવ્યો સચોટ ઉપાય

જિલ્લાના માણેકવાડા ગામ છે કે સરોવર એ જ સમજાતું નથી. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં આવેલા ખ્યાતનામ માણેકવાડા મંદિર પણ પાણીમાં સમાઈ ગયું છે. અવિરત પાણીના પ્રવાહને કારણે ગામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પડેલા આ મુશળધાર વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલી ગ્રામ્ય વિસ્તારની થઈ છે. અનેક ગામનો સંપર્ક શહેરથી કપાઈ ગયો છે. 

શહેરને જોડતાં અનેક માર્ગો પાણીમાં સમાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. વીજળી પણ ગુલ થઈ ગઈ છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં 75 રસ્તાઓ બંધ થયા, 62થી વધુ ગામનો સંપર્ક કપાયો, કંટ્રોલરૂમથી તમામ ગામ સંપર્કમાં હોવાનો દાવો, ST બસના 14 રૂટ બંધ કરવામાં આવ્યા, લોકોને બિન જરૂરી અવરજવર બંધ કરવા અપીલ કરવામાં આવી છે.

  • વરસાદથી કેવી હાલાકી?
  • અનેક ગામનો સંપર્ક શહેરથી કપાઈ ગયો 
  • માર્ગો પાણીમાં સમાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ 
  • વીજળી પણ ગુલ થઈ ગઈ 
  • જિલ્લામાં 75 રસ્તાઓ બંધ થયા
  • 62થી વધુ ગામનો સંપર્ક કપાયો
  • કંટ્રોલરૂમથી તમામ ગામ સંપર્કમાં હોવાનો દાવો
  • ST બસના 14 રૂટ બંધ કરવામાં આવ્યા
  • લોકોને બિન જરૂરી અવરજવર બંધ કરવા અપીલ 

રિલાયન્સ જિયોનો મોટો ધમાકો! ફરી લોન્ચ કર્યો 999 રૂપિયાવાળો પ્લાન, મળશે આ ફાયદા

તો માણેકવાડા પાસેથી પસાર થતી સાબલી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પાણીના અધધ પ્રવાહને કારણે કાંઠે વસતાં ગામોની સ્થિતિ વિકટ બની છે. જૂનાગઢમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે સૌથી વિકટ સ્થિતિ ઘેડ પંથકની થઈ છે. જિલ્લાની તમામ નદીઓમાં હાલ ઘોડાપુર આવ્યું છે. નદી બે કાંઠે થતાં કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે સ્થિતિ વધારે વિકટ થાય તો નવાઈ નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastMonsoon 2024monsoon alertIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીrain forecast in gujaratGujarat Monsoon 2024Gujarat Rain forecastગુજરાતમાં વરસાદ ક્યારેAmbalal Patelઆંધી તોફાન સાથે વરસાદની આગાહીMonsoon Updateવીજળીના કડાકા સાથે વરસાદગાજવીજ સાથે વરસાદthunderstrome forecastParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવીજળી પડીપાણી ભરાયાઆગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીમેઘો મુશળધારભારે વરસાદની આગાહીવરસાદી માહોલસર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમFlood Alert

Trending news