Budget Expectations : રાજકોટના વેપારીઓએ કહ્યું, ઉદ્યોગોને બુસ્ટર ડોઝની જરૂર છે

છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ પર કોરોના મહામારીનું સંકટ ટોળાઈ રહ્યું છે. વૈશ્વિક મહામારીમાં વેપાર-ઉદ્યોગ ઉપર ખુબ જ માઠી અસર પડી છે અને આર્થિક મંદીનો પણ સામનો કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ (Budget 2022) રજુ થનાર છે. ત્યારે વેપાર-ધંધાનો વધુ વિકાસ થાય અને દેશના અર્થતંત્રને આગળ ધપાવવા માટે અમુક રાહતો અને પેકેજ અમલમાં મુકવા ખુબ જ જરૂરી છે. ત્યારે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ કેટલીક આશા વ્યક્ત કરી છે કે, બજેટ (Union Budget 2022) કેવુ હોવુ જોઈએ.
Budget Expectations : રાજકોટના વેપારીઓએ કહ્યું, ઉદ્યોગોને બુસ્ટર ડોઝની જરૂર છે

ગૌરવ દવે/રાજકોટ :છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ પર કોરોના મહામારીનું સંકટ ટોળાઈ રહ્યું છે. વૈશ્વિક મહામારીમાં વેપાર-ઉદ્યોગ ઉપર ખુબ જ માઠી અસર પડી છે અને આર્થિક મંદીનો પણ સામનો કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ (Budget 2022) રજુ થનાર છે. ત્યારે વેપાર-ધંધાનો વધુ વિકાસ થાય અને દેશના અર્થતંત્રને આગળ ધપાવવા માટે અમુક રાહતો અને પેકેજ અમલમાં મુકવા ખુબ જ જરૂરી છે. ત્યારે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ કેટલીક આશા વ્યક્ત કરી છે કે, બજેટ (Union Budget 2022) કેવુ હોવુ જોઈએ.

રાજકોટને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક મળે
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રનું આગામી ૨જુ થનાર બજેટ માટે જરૂરી 14 જેટલા સુચનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સમક્ષ રજુ કર્યા છે. સાથે જ નાના ઉદ્યોગકારો અને વેપારીઓને ટેક્સ સ્લેબમાં રાહત આપવાની માંગ કરી છે. સોની વેપારીઓને આશા છે કે, સરકાર આ બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડશે. જ્યારે મેડિકલ ક્ષેત્રે જોડાયેલા વેપારીનું કહેવું છે કે આ વર્ષે બજેટ આરોગ્ય લક્ષી સરકારે રાખવું જોઈએ. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ગુજરાતને બે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આપવાની જાહેરાત કરી છે, જેમાંથી 1 રાજકોટને ફાળવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

જીએસટી સ્લેબ ઘટાડો, જેથી ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળશે
રાજકોટ એન્જીનિયરીંગ ક્ષેત્રનું હબ છે, ત્યારે રાજકોટ શહેરનાં નાના ઉદ્યોગકારો પણ કેન્દ્રીય બજેટમાં અનેક આશાઓ રાખી રહ્યા છે. જોકે આ વખતે દેશમાં ઉત્પાદન અને પાર્ટસના સ્થાનિક સોર્સિંગને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની મોટી જાહેરાત આ બજેટમાં થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનનાં હોદ્દેદારોનું કહેવું છે કે, જીએસટીમાં 18 અને 28 ટકાનો સ્લેબ છે તે ઘટાડીને 15 ટકા કરવો જોઇએ. જેથી ફરી એક વખત ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળશે. સાથે જ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ વધારવા જરૂરી હોવાનું પણ ઉદ્યોગકારો કહી રહ્યાં છે. એમ.એસ.એમ.ઇ ઉદ્યોગો માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.

ઉદ્યોગો શું છે આશા અને અપેક્ષાઓ

  • GST 12 અને 18 ટકાના સ્લેબને 15 ટકા કરવા માંગ
  • એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા DEPB જેમ મહતમ એક્સપોર્ટ ઇન્સેનટીવ જેવા કે ડયુટી એકસંપશન, તેમજ ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ(CGTMSE) દ્વારા નાણાકીય સહાય
  • ઈન્કમ ટેક્ષમાં ડિવિડંડ આવક ટેક્ષ ફ્રી કરવી જરૂરી
  • ઓટોમોબાઈલ અને ઓટોપાર્ટસ ઉપરના GST દર 28 %થી ઘટાડી 18 % કરવો
  • MSME એન્જીનીયરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇફેક્ટિવ પેકેજ જાહેર કરવું

આ પણ વાંચો : અમરેલીના ખેડૂતે છાશ અને દેશી ગોળથી એવુ ખાતર બનાવ્યું કે જમીન સોનુ પકવતી થઈ ગઈ

બજેટમાં માગને લઈને રાજકોટના ધર્મેન્દ્ર રોડ કાપડ બજારના વેપારીઓએ જણાવ્યું કે, સરકારે GST સ્લેબમાં વ્યાજબી ફેરફાર કરવો જોઈએ. જેથી વેપારીઓને ફાયદો થાય. રિટેલ કાપડ ઉદ્યોગ સાથે નાના કારીગરથી માંડી નાના વેપારીઓ સંકળાયેલ છે. જેઓને કોરોનાના કારણે ખુબ મોટી ખોટ પહોંચી છે અને એ ખોટ આ બજેટમાં પુરાય તેવી અપેક્ષા છે. સાથે જ બજેટમાં 12 ટકાવાળો ટેક્સ સ્લેબ સરકાર નાબૂદ કરે તેવી અપેક્ષા વેપારીઓ કરી રહ્યા છે. સરકાર રિટેલ ટેકસટાઇલ માર્કેટને લઘુ ઉદ્યોગ હેઠળ સમાવે તેવી પણ માંગ કરી રહ્યા છે.

બજેટ અંગે રાજકોટની ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ, ઉદ્યોગકારો તેમજ C.A સાથે ખાસ વાતચીતમા તેમણે કહ્યું કે, બજેટમાં ઉદ્યોગકારોએ MSME ઉદ્યોગ માટે ટેક્સમાં રાહતની માંગ કરી હતી. તેમજ CA દ્વારા પણ કોર્પોરેટ કંપનીને ધ્યાનમાં રાખીને બજેટ આપવાના બદલે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી આ વખતેનું બજેટ બનાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગો કોરોનાને કારણે મંદીની માર સહન કરી રહ્યા છે ત્યારે ઉદ્યોગો માટે પણ પેકેજ જાહેર કરી બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news