વાવાઝોડાથી હજી સુધી આ ગામમાં વીજળી નથી આવી, 12 દિવસમાં 10 લોકોનાં મોત

વાવાઝોડાએ ગીર સોમનાથના ગીરગઢડા - ઉના તાલુકાના લોકો માટે મોટી મુશ્કેલી બનીને આવ્યો છે. વાવાઝોડાના 12 દિવસ બાદ પણ બંન્ને તાલુકાના અનેક ગામોમાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. હજુ વિજ પુરવઠ્ઠો પુર્વવત નહી થયો હોવાથી ગામમાં ખુબ જ મુશ્કેલી પડી રહી રહી છે. જેમાં ગીરગઢડા  સોનપરા ગામમાં 12 દિવસથી વિજળી ડુલ છે. તથા ગામમાં 12 દિવસમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. 
વાવાઝોડાથી હજી સુધી આ ગામમાં વીજળી નથી આવી, 12 દિવસમાં 10 લોકોનાં મોત

ગીરગઢડા: વાવાઝોડાએ ગીર સોમનાથના ગીરગઢડા - ઉના તાલુકાના લોકો માટે મોટી મુશ્કેલી બનીને આવ્યો છે. વાવાઝોડાના 12 દિવસ બાદ પણ બંન્ને તાલુકાના અનેક ગામોમાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. હજુ વિજ પુરવઠ્ઠો પુર્વવત નહી થયો હોવાથી ગામમાં ખુબ જ મુશ્કેલી પડી રહી રહી છે. જેમાં ગીરગઢડા  સોનપરા ગામમાં 12 દિવસથી વિજળી ડુલ છે. તથા ગામમાં 12 દિવસમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. 

ગીર જંગલની બોર્ડર પર આવેલા ગીરગઢતા તાલુકાના સોનપરા ગામના 4 હજારથી વધારે ગામના લોકો વિજળી માટે ટળવળી રહ્યા છે. ગામના સરપંચના અનુસાર ભારે ઉનાળા અને ઉકળાટના કારણે લોકોને પારવાર મુશ્કેલી થઇ રહી છે. ગામમાં વિજળી વગર છેલ્લા 12 દિવસમાં 10 લોકોનાં જીવ ગયા છે. વહેલી તકે ગામના વિજ પુરવઠ્ઠો પુર્વવત કરવાની માંગણી કરી રહ્યા છે. 

21 મી સદીમાં પણ આ ગામલોકો વિજળી વગર રહેવા માટે મજબુર બન્યા છે. 4500થી વધારે વસ્તીના આ ગામમાં લાઇટ ડુલ થયા બાદ એક પણ વિજ અધિકારી ફરક્યો નથી. તંત્ર દ્વારા ઝડપથી વિજ પુરવઠ્ઠો પુર્વવત કરવા માટે સરપંચ દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે. જો કે આ કચેરીઓ પરથી તેમને સરકારી વચનો અને સિવાય કાંઇ જ પ્રાપ્ત નથી થઇ રહ્યું. સરપંચનો દાવો છે કે ગામના 10 લોકોનાં મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news