Jharkhand માં જોવા મળી વિચિત્ર આકૃતિ, લોકો એલિયન અને ભૂત સાથે કરી રહ્યાં છે સરખામણી, જુઓ Video
ઝારખંડના હજારીબાગમાં એક વિચિત્ર આકૃતિવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર શુક્રવારે સાંજથી આવ વીડિયો શેર થવાનું શરૂ થયું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ઝારખંડના હજારીબાગમાં એક વિચિત્ર આકૃતિવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર શુક્રવારે સાંજથી આવ વીડિયો શેર થવાનું શરૂ થયું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો કે હજારીબાગના કટકમસાંડી-ચતરા રોડમાં છડવા ડેમની પાસે નવા બનેલા પુલ પર શુક્રવારે રાત્રે વિચિત્ર આકૃતિ જોવા મળી હતી. વીડિયો અને તેની તસવીરોને લઈને લોકો પોતાના મત પ્રમાણે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે.
હકીકતમાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે અહીં સંપૂર્ણ અંધારૂ છે. પછી બાઇકની લાઇટથી રસ્તાના કિનારા પર ચાલતી વિચિત્ર આકૃતિ જોવા મળે છે. બે બાઇક સવાર ઝડપથી નિકળી જાય છે. પરંતુ અન્ય બે બાઇક સવાર લોકો આકૃતિને જોઈને રોકાય છે અને તેમાંથી એક વ્યક્તિ મોબાઇલ પર વીડિયો બનાવવાનું શરૂ કરે છે. સાથે તેનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે કે કોઈ ચુડેલ છે. તે આકૃતિ ચાલતા-ચાલતા પાછળ પણ થોડી ક્ષણ માટે જુએ છે અને પછી ચાલવાનું શરૂ કરી દે છે. આ આકૃતિ જ્યારે થોભે છે તો એટલી પાતળી લાગે છે જેમ કે કોઈ થર્મોકોલની સીટ હોય.
Video of the alien or 'supernatural creature' spotted in Hazaribagh, Jharkhand: pic.twitter.com/4P2XdCqnnw
— Shalabh (@shalabhTOI) May 29, 2021
લોકો કરી રહ્યાં છે અલગ અલગ દાવા
કોઈ ભૂત, કોઈ એલિયન તો કોઈ આકૃતિની સરખામણી ચુડેલ સાથે કરી રહ્યાં છે. તો કોઈ લોકો તેને બીજા ગ્રહનું પ્રાણી જણાવી રહ્યાં છે. તો કોઈ તેને નશેલી વ્યક્તિ કહે છે. તો કોઈ લોકો તેને ભૂત-પ્રેતનું નામ આવી રહ્યાં છે.
તો કેટલાક લોકો એવી પણ સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે કે પ્રેંક માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હોય અને ઇરાદાપૂર્વક આવી સ્પેશિયલ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે