ઓ બાપ રે... દાંત ઈમ્પ્લાન્ટ બાદ સ્ક્રુ શરીરમાં એવો ફસાયો કે વૃદ્ધને નજર સામે મોત દેખાયું

Shocking Incidence : સુરતમાં એક 52 વર્ષીય વૃદ્ધએ દાંત ઈમ્પ્લાન્ટ કરાવ્યા બાદ સ્ક્રુ શરીરમાં જતો રહ્યો... ઓપરેશન કરીને બચાવાયો જીવ
 

ઓ બાપ રે... દાંત ઈમ્પ્લાન્ટ બાદ સ્ક્રુ શરીરમાં એવો ફસાયો કે વૃદ્ધને નજર સામે મોત દેખાયું

Surat News : વૃદ્ધત્વમાં દાંત પડી ગયા બાદ નકલી ચોકઠું લગાવવામાં આવે છે. આ માટે અનેક લોકો દાંત ઈમ્પ્લાન્ટ કરાવતા હોય છે. ત્યારે સુરતમા ઈમ્પ્લાન્ટ દાંતને લઈને અજીબોગરીબ ઘટના બની છે. કારણ કે, 52 વર્ષીય એક વૃદ્ધનો ઈમ્પ્લાન્ટ દાંતનો સ્ક્રુ તૂટીને શરીરમાં જતો રહ્યો હતો. જેને કારણે વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, અને તેમનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યુ હતું. 

બન્યું એમ હતું કે, સુરતના 52 વર્ષીય એક વૃદ્ધએ દાંત ઈમ્પ્લાન્ટ કરાવ્યા હતા. પરંતું તેમના એક દાંતનો સ્ક્રુ તૂટીને તેમના શરીરની અંદર જતો રહ્યો હતો. ઈમ્પ્લાન્ટ કરેલા દાંતનો સ્ક્રુ એની મેળે જ તૂટી ગયો હતો. એટલુ જ નહિ, સ્ક્રુ શરીરની અંદરમાં જઈને ફેંફસામાં ફસાઈ ગયો હતો. જેને કારણે આધેડને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં નિદાન કરતા સ્ક્રુ શરીરમાં ફસાયો હોવાનું એક્સ-રેમાં દેખાયુ હતું. 

આ પણ વાંચો : 

એક્સરેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દાંતથી છુટ્ટો પડેલો સ્ક્રુ ફેફસામાં નીચેના ભાગે ડાબી સાઈડમાં મજબૂત રીતે ફસાઈ ગયો હતો. જેના બાદ બે કલાક સુધી વૃદ્ધની બ્રોનકોસ્કોપી કરવામાં આવી હતી. બ્રોનકોસ્કોપી કર્યા બાદ ફેંફસામાંથી દાંત બહાર કાઢવામાં આવ્યો હતો. જેથી દર્દીનો જીવ બચી શક્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઇમ્પ્લાન્ટ કરેલો દાંત નીકળીને અન્નનળીમાં જાય એવું પણ બને છે, તો ક્યારેક શૌચમાં નીકળી જાય છે. પરંતુ આ કેસમાં સ્ક્રુ ફેફસાંમાં ફસાઈ ગયો હતો. જો દાંતની યોગ્ય રીતે ઈમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ કરવામાં આવી ન હોય તો આવા સંજોગોમાં આવા કિસ્સા બની શકે છે. તેથી દાંતની સસ્તી ટ્રીટમેન્ટથી બચીને રહેવું જોઈએ. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news