નાગરવાડા News

વડોદરાનું નાગરવાડા કોરોનાના જીવતા બોમ્બ જેવું બન્યું, 80% કેસ આ જ વિસ્તારના
અમદાવાદ વડોદરા (vadodara) કોરોનાનું હોટસ્પોટ છે. હાલ વડોદરામાં કોરોના (corona virus) ના પોઝિટિવ કેસનો આંકડો 116 પર પહોંચી ગયો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, વડોદરાના 80 ટકા કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. બાકીના 20 ટકા કેસોમાં અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં છૂટક છૂટક કેસો આવી રહ્યાં છે. કુલ 98 કેસ નાગરવાડા વિસ્તારના છે. આજે વડોદરામાં કોરોના ના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 નાગરવાડા, 1 કારેલીબાગ, 1 સલાટવાડા અને 1 રાવપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સલાટવાડામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. તો નાગરવાડામાં ફરી નવા કેસ આવ્યા છે. 9 વર્ષના બાળકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
Apr 15,2020, 16:07 PM IST
દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ
દિલ્હીની નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા સેંકડો લોકોએ  અનેક લોકોને ચેપ લગાવ્યો છે. ત્યારે વડોદરામાં આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી મરકઝ મળી હોવાનો પર્દાફાશ  થયો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા વિસ્તારના સૈયદપુરામાં તબલિગી મરકજ (tablighi jamaat) મળી હતી. જેમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 3 જમાતના 22 લોકો વડોદરા આવ્યા હતા. આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો આજે પણ છે. તો વડોદરા (vadodara) ની 6 જમાત શહેર બહાર ગઈ હતી. 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે. 
Apr 14,2020, 7:52 AM IST

Trending news