નવા વર્ષ પહેલા ISROએ રચ્યો ઈતિહાસ, Spadexનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત

ISRO SpaDeX Mission: એવું માનવામાં આવે છે કે, ISROના Spadex મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશન (BAS)નું નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. આ જ કારણ છે કે આ લોન્ચિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

નવા વર્ષ પહેલા ISROએ રચ્યો ઈતિહાસ, Spadexનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત

ISRO SpaDeX Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ સોમવારે રાત્રે 10:00 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV રોકેટ દ્વારા તેનું Spadex મિશન (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) લોન્ચ કર્યું હતું. ISROએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં 'એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ' ગણાવ્યું છે.

એવું માનવામાં આવે છે કે, ISROના Spadex મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશન (BAS)નું નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. આ જ કારણ છે કે આ લોન્ચિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

શું છે Spadex મિશન ?
આ મિશનમાં બે સેટેલાઈટ છે. પ્રથમ ચેઝર અને બીજું ટારગેટ. ચેઝર સેટેલાઇટ ટારગેટને પકડી લેશે. તેની સાથે ડોકીંગ કરશે. આ સિવાય એક વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ હોઈ શકે છે. સેટેલાઈટમાંથી એક રોબોટિક આર્મ બહાર આવ્યો છે, જે હૂક દ્વારા એટલે કે ટિથર્ડ રીતે ટારગેટને પોતાની તરફ ખેંચશે. આ ટારગેટ અલગ ક્યુબસેટ હોઈ શકે છે.

આ પ્રયોગથી ભવિષ્યમાં ઈસરોને ભ્રમણકક્ષા છોડીને અલગ દિશામાં જઈ રહેલા સેટેલાઈટને ફરી ભ્રમણકક્ષામાં લાવવાની ટેક્નોલોજી મળશે. આ ઉપરાંત ઓર્બિટમાં સર્વિસિંગ અને રિફ્યુઅલિંગનો વિકલ્પ પણ ખુલી જશે. Spadex મિશનમાં બે અલગ-અલગ અવકાશયાન અવકાશમાં જોડાતા દર્શાવવામાં આવશે.

ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો
ઈસરોએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી ત્યારે જરૂરી છે જ્યારે એક જ મિશનના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે ઘણા રોકેટ લોન્ચ કરવાની જરૂરી પડે છે. જો આ મિશન સફળ થશે તો ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે, જેણે આ ટેક્નોલોજી હાસિક કરી લીધી છે. અત્યાર સુધી આ ટેક્નોલોજી માત્ર અમેરિકા, ચીન અને રશિયા પાસે છે.

ઓછી કિંમતનું મિશન
SpaDeX (સ્પેસ ડોકીંગ એક્સપેરીમેન્ટ) મિશન એ ISROનું ઓછા ખર્ચે ટેકનિકલ મિશન છે. તેનો ઉદ્દેશ PSLV રોકેટની મદદથી અવકાશમાં બે નાના યાનોંના ડોકીંગ અને અનડોકીંગની પ્રક્રિયાને પૂર્ણ કરવાનો છે. ISROના અનુસાર આ ટેક્નોલોજી ભારતના ભવિષ્યના સ્પેસ મિશન જેમ કે ચંદ્ર પર માનવ મિશન, ચંદ્ર પરથી સેમ્પલ લાવવા અને ઈન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS)ના નિર્માણ અને સંચાલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચંદ્રયાન-4 અને સ્પેસ સ્ટેશન માટે મહત્વપૂર્ણ
ચંદ્રયાન-4 માટે અવકાશમાં ડોકીંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ટેકનોલોજી છે. ડોકીંગ એટલે બે જુદા-જુદા ભાગોને એકબીજા તરફ લાવીને જોડાવા. અવકાશમાં બે અલગ-અલગ વસ્તુઓને જોડવાની આ ટેક્નોલોજી ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે. તે ચંદ્રયાન-4 પ્રોજેક્ટમાં પણ મદદ કરશે. SpaDex એટલે એક જ સેટેલાઈટના બે ભાગ જેને એક જ રોકેટમાં મૂકીને લોન્ચ કરવામાં આવ્યા છે. આ બન્નેને અવકાશમાં અલગ-અલગ જગ્યાએ છોડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news