Corona stop karo na 3 News

બનાસકાંઠા : 5 વર્ષનું બાળક અને 55 વર્ષના કાકાના કોન્ટેક્ટમાં આવેલ લોકોને શોધી રહ્યું
બનાસકાંઠા પણ કોરોના પહોંચી ચૂક્યો છે. આવામાં કોરોનાના બે પોઝિટિવ દર્દીઓને કોરોનાનું સંક્રમણ થતા અટકાવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. બનાસકાંઠામાં 2 પોઝિટિવ કોરોનાના કેસ (corona virus) મામલે જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પાલનપુરના ગઠામણ ગામના કોરોના પોઝિટિવ દર્દી સોમાભાઈ પરમારના સીધા કોન્ટેક્ટમાં 27 લોકો આવ્યા હતા. મીઠાવી ચારણ ગામના 5 વર્ષના કોરોના પોઝિટિવ બાળક માહિકના સીધા કોન્ટેકમાં 48 લોકો આવ્યા. આ બંન્ને સંક્રમિત લોકોના કોન્ટેક્ટમાં આવેલ લોકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. 55 વર્ષના સોમાભાઈના કોન્ટેક્ટમાં આવેલ 6 લોકોને પાલનપુર કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. તેમજ 2 લોકોના સેમ્પલ લેવાયા છે. 5 વર્ષીય બાળક માહિકના કોન્ટેકમાં આવેલા 6 લોકોને ડીસા કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી બંને લોકોના સેમ્પલ લેવાયા.
Apr 14,2020, 8:51 AM IST
દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ
દિલ્હીની નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા સેંકડો લોકોએ  અનેક લોકોને ચેપ લગાવ્યો છે. ત્યારે વડોદરામાં આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી મરકઝ મળી હોવાનો પર્દાફાશ  થયો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા વિસ્તારના સૈયદપુરામાં તબલિગી મરકજ (tablighi jamaat) મળી હતી. જેમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 3 જમાતના 22 લોકો વડોદરા આવ્યા હતા. આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો આજે પણ છે. તો વડોદરા (vadodara) ની 6 જમાત શહેર બહાર ગઈ હતી. 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે. 
Apr 14,2020, 7:52 AM IST
લોકડાઉનમાં બેકાર બનેલા મજૂરે પત્નીની નજર સામે જ ઝેર ગટગટાવ્યું
Apr 10,2020, 9:13 AM IST

Trending news