બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ફરી કર્યો બફાટ, ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં પ્રવચન આપ્યું

Swaminarayn : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ફરી કર્યો બફાટ... ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં પ્રવચન કરતા સૌરાષ્ટ્રના પ્રજાપતિ સમાજમાં ફેલાયો રોષ... રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવાદિત સ્વામીને કાયદાનું ભાન કરાવવા માગ... 

બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ફરી કર્યો બફાટ, ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં પ્રવચન આપ્યું

Prajapati Samaj : વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ફરી બફાટ કર્યો છે. તેમણે ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં બફાટ કર્યો છે, જેને કારણે સૌરાષ્ટ્રના પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા રાજકોટના કલેક્ટરને આવેદનપત્ર આપીને પગલા લેવાની કરી માંગણી કરી છે. વિવાદિત સ્વામીને કાયદાનું ભાન કરાવવાની પ્રજાપતિ સમાજે માંગ કરી છે. સ્વામીનો બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ અગાઉ ખોડીયાર માતાજી વિશે બકવાસ કર્યો હતો અને ફરી એકવાર પોતાના બફાટથી વિવાદમાં આવી ગયા છે.

ગોરા કુંભાર વિશે બફાટ 
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ફરી પોતાની જીભ પર કાબુ ગુમાવ્યો છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ગોરા કુંભાર વિશે ગંદી ભાષામાં બફાટ કરતા સૌરાષ્ટ્રના પ્રજાપતિ સમાજમાં રોષે ભરાયો છે. જેથી પ્રજાપતિ સમાજ રાજકોટ કલેકટર પાસે કડક પગલાં લેવા માંગણી કરાઈ છે. ખંભાળિયા સહિતના જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે. સ્વામીને કાયદાનું ભાન કરાવવા માટે પણ પ્રજાપતિ સમાજની માંગ છે. સ્વામીનો બફાટ કરતો વીડિયો હાલ વાયરલ થયો છે. 

જાણીતા કલાકાર ભાસ્કર ભોજકને દાહોદમાં નાટક ભજવ્યા બાદ આવ્યો હાર્ટએટેક, મૃત જાહેર
      
હિન્દુ સમાજમાં ભાગ ન પડે તે સંતોએ જોવું જોઈએ - રામ મોકરિયા 
પ્રજાપતિ સમાજના અપમાન મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું કે, હિન્દુ સમાજમાં ભાગ ન પડે તે સંતોએ જોવું જોઈએ. સ્વામિનારાયણ સંતોને વિનંતી કે કોઈ પણ વિશે ટીકા ટિપ્પણીના કરવી જોઈએ. કોઈ સમાજ વિશે સ્વામિનારયણ સંતો દ્વારા આવી ટીકાના કરવી જોઈએ. વારંવાર આવી ભૂલ ના થવી જોઈએ. આવી ભૂલો ના થાય તે ધ્યાન રાખવું જોઈએ. સંતોએ બેઠક કરવી જોઈએ સાથે મળી સ્વીકાર્ય રસ્તો કાઢવો જોઈએ. પ્રજાપતિ સમાજ પણ આપણા સમાજનો અંગ છે. હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. હિન્દુઓમાં જ ભાગલા ના પાડવા જોઈએ.

ખોડિયાર માતા વિશે કર્યો હતો બફાટ
ખોડિયાર માતાજી અને નાથ સંપ્રદાય વિરુદ્ધ ટિપ્પણી કરવાનો બ્રહ્મ સ્વરૂપ દાસ સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ વિવાદ ઉઠ્યો હતો. આખરે આખરે બ્રહ્મસ્વરૂપ સ્વામીને બ્રહ્મજ્ઞાન થયું છે. વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગી છે. માફી માંગતા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું. ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news