આનંદો! સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપે એક હજારથી વધુ કર્મચારીઓને આપ્યું ખાસ દિવાળી ગિફ્ટ

હીરા ઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા SRK ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આનંદો! સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપે એક હજારથી વધુ કર્મચારીઓને આપ્યું ખાસ દિવાળી ગિફ્ટ

તેજસ મોદી/સુરત: સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપ શ્રી રામ કૃષ્ણ દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગીફ્ટ તરીકે સોલર પેનલ આપવામાં આવી છે. જેનો ઉદ્દેશ સતત વધતી જતી મોંઘવારીમાં બચત થાય અને ગ્લોબલ વોર્નિંગ સામે રક્ષણ અપાવવાનો છે. 

હીરા ઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા SRK ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં SrK ગ્રુપ દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે રૂફ્ટોપ સોલર પેનલ આપાવમાં આવી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ અને રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતાં. 

આ પણ વીડિયો જુઓ:-

આ પ્રસંગે SRK ના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, તેઓના લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા બાદ પોતાના ગામમાં સોલાર પેનલ મુકાવી હતી, ત્યારબાદ શહીદ પરિવારોને ત્યાં સોલાર પેનલ મુકાવી હતી. આ જોયા બાદ દિવાળીમાં પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં સોલાર પેનલ આપવામા આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news