ઉત્તર ગુજરાતના ખેડૂતોને દિવાળી પહેલા લીલાલહેર! સારો ભાવ મળતા આ માર્કેટયાર્ડ ટ્રેક્ટરોથી ઉભરાયું

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના માર્કેટયાર્ડમાં ગુજરાતમાં સૌથી વધુ ભાવ મગફળીના ખેડૂતોને મળ્યા હતા. એ જ માર્કેટયાર્ડમાં આજે મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે.

ઉત્તર ગુજરાતના ખેડૂતોને દિવાળી પહેલા લીલાલહેર! સારો ભાવ મળતા આ માર્કેટયાર્ડ ટ્રેક્ટરોથી ઉભરાયું

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતો હવે હિમતનગરના માર્કેટયાર્ડ તરફ વળ્યા છે. જેને લઈને હિમતનગરનું માર્કેટયાર્ડ ટ્રેક્ટરોથી ઉભરાયું છે તો દિવાળીને લઈને ખેડૂતો મગફળી વેચવા 24 કલાક પહેલા માર્કેટયાર્ડમાં આવી જાય છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના માર્કેટયાર્ડમાં ગુજરાતમાં સૌથી વધુ ભાવ મગફળીના ખેડૂતોને મળ્યા હતા. એ જ માર્કેટયાર્ડમાં આજે મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે ત્યારે એક મહિનામાં સાડા ત્રણ લાખથી વધુ બોરીની આવક થઇ છે તો વધુ ભાવ મળતો હોવાને લઈને જીલ્લામાંથી ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણાથી ખેડૂતો મગફળી વેચવા આવે છે તો સરેરાશ 20 હજાર બોરીની આવક થાય છે.

છેલ્લા ચાર દિવસથી માર્કેટયાર્ડ મગફળી ભરેલા ટ્રેક્ટરોથી ઉભરાય છે તો ખેડૂતોને માલના પ્રમાણમાં ભાવ મળે છે અને વધુ મળે છે જેને લઈને 24 કલાક પહેલા માર્કેટયાર્ડમાં લાઈનમાં ગોઠવાઈ જાય છે અને સરકારના ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ખુશ છે અને મગફળી વેચી જાય છે.

હિંમતનગરના માર્કેટયાર્ડમાં આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે આજે માર્કેટયાર્ડમાં ખેડૂતો 24 કલાક પહેલા વેચાણ માટે ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી ગયા છે. આજે માર્કેટયાર્ડ અંદર અને બહાર પણ રોડ પર બંને સાઈડે લાંબી લાઈનો લાગી છે. ગઈ કાલે 26 હજાર બોરીની આવક થઇ હતી. આજે પણ તેની આસપાસ આવક થશે તો ભાવ વધુ મળતા અને દિવાળીને લઈને ખેડૂતો મગફળી લઈને વેચાણ માટે આવી ગયા છે. વાઘ બારસથી લાભ પાચમ સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે. જેને લઈને આવતી કાલે પણ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી શકે છે.

દિવાળી અને ભાવ સારો હોવાને લઈને જિલ્લા સહીત આસપાસના જિલ્લાના ખેડૂતો મગફળી વેચવા આવતા માર્કેટયાર્ડ ઉભરાય છે. દિવાળી બાદ પણ મગફળીની મબલખ આવક થશે તેવું લાગી રહ્યું છે.

આ પણ જુઓ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news