T20 World Cup: કપિલ દેવની ભવિષ્યવાણી ચર્ચામાં, સેમીફાઇનલમાં પણ નહીં પહોંચે ટીમ ઈન્ડિયા!

ભારતને 1983માં પ્રથમવાર વનડે વિશ્વકપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય ટીમને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. 
 

T20 World Cup: કપિલ દેવની ભવિષ્યવાણી ચર્ચામાં, સેમીફાઇનલમાં પણ નહીં પહોંચે ટીમ ઈન્ડિયા!

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમના ખભા પર દેશને 15 વર્ષ બાદ ટી20 ચેમ્પિયન બનાવવાની જવાબદારી છે. ભારતે 2007 બાદ ક્યારેય ટી20 વિશ્વકપ જીત્યો નથી. પાછલા વર્ષે રમાયેલા વિશ્વકપની ખરાબ યાદોને ભૂલીને ટીમ ઈન્ડિયા નવી શરૂઆત કરવા જઈ રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ધરતી પર શરૂ થયેલા વિશ્વકપમાં ભારતની સામે અનેક પડકારો છે. 

સેમીફાઇનલમાં પહોંચવાની સંભાવના ખુબ ઓછી- કપિલ દેવ
ભારતને 1983માં પ્રથમ વનડે વિશ્વકપ ટ્રોફી જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. કપિલ દેવનું માનવું છે કે ટીમ ઈન્ડિયાની ટી20 વિશ્વકપ 2022ના સેમીફાઇનલમાં પહોંચવાની સંભાવના માત્ર 30 ટકા છે. ભારતે આ વખતે ગ્રુપ સ્ટેજમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવાની છે, ત્યારબાદ તેણે બાંગ્લાદેશ અને આફ્રિકાનો સામનો કરવાનો છે. તો ભારતના ગ્રુપમાં નેધરલેન્ડની ટીમ ક્વોલિફાઇ કરીને પહોંચી છે, જ્યારે હજુ એક ટીમની એન્ટ્રી થશે. 

ભારત માટે ટ્રોફી જીતવી અસંભવઃ કપિલ દેવ
કપિલ દેવે લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે મારા માટે ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની સંભાવના માત્ર 30 ટકા છે. તેમણે કહ્યું કે જો ટીમ સેમીફાઇનલમાં પહોંચી જાય તો પણ ટાઇટલ જીતવાની સંભાવના ખુબ ઓછી છે. તેમણે ભારતીય ખેલાડીઓ માટે કહ્યું કે દબાવમાં આવી જવાથી રમત પર અસર થાય છે તો તેવામાં દબાવ કે તણાવ ન લેવો જોઈએ. રમતનો આનંદ લેતા રમો તો તેનો દબાવ આવશે નહીં. 

તેમણે કહ્યું કે ટી20 ક્રિકેટ હોય કે પછી અન્ય ફોર્મેટ ટીમમાં ઓલરાઉન્ડર હોવો જરૂરી છે. અત્યારે હાર્દિક પંડ્યા ટીમ માટે આ ભૂમિકા નિભાવી રહ્યો છે તો રવીન્દ્ર જાડેજા પણ આ કામ કરી રહ્યો હતો. કપિલ દેવને જ્યાપે પૂછવામાં આવ્યું કે શું મોહમ્મદ શમી જસપ્રીત બુમરાહ માટે યોગ્ય વિકલ્પ છે તો તેમણે કહ્યું કે જ્યારે કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટને તે યોગ્ય લાગે છે તો આપણે તેના પર શંકા શું કામ કરીએ. 

તો તેમણે સૂર્યકુમાર યાદવ વિશે કહ્યું કે તે શરૂમાં જ્યારે આવ્યો હતો તો લાગ્યું નહોતું કે આટલો પ્રભાવશાળી હશે. તેનું મહત્વ ટીમમાં સતત વધી રહ્યું છે અને તેના વગર હવે ટીમ ઈન્ડિયાની કલ્પના ન થઈ શકે. તે ટીમ માટે સારૂ છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રાહુલ બાદ આટલો મોટો ખેલાડી તમારી સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news