સુરત : lockdownને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગોની મહત્વની સીઝન હાથમાંથી નીકળી ગઈ
Trending Photos
તેજશ મોદી/સુરત :વિશ્વભરમાં સિલ્ક સિટી તરીકે જાણીતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. લોકડાઉનના બે ફેઝમાં તેઓની મહત્વની સીઝન હાથમાંથી નીકળી ગઈ છે. જેને કારણે 10 હજાર કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વળી લોકડાઉન ફેઝ ૩ના કારણે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાનમાંથી બહાર નીકળતા બીજા દોઢ વર્ષનો સમય લાગી શકે એમ છે.
સુરતના કપડા બજારમાં કટિંગ, પેકીંગ, ફોલ્ડિંગ, લોડિંગ-અનલોડિંગ મળીને લગભગ પોણા ચાર લાખથી ચાર લાખ જેટલા કારીગરો કામ કરે છે. મોટાભાગના કારીગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહારના છે. લોકડાઉન-1 ની જાહેરાત સમયે 25 ટકા કારીગરો વતન પરત ફરી ગયા હતાં અને હાલ લોકડાઉનમાં છૂટ મળતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના કારીગરો જઈ રહ્યા છે. બસો પણ મૂકવામાં આવી છે. બિહારમાં પણ નીતીશ કુમારે મજૂરોને મોકલવા કહ્યું છે. મહારાષ્ટ્રના મજૂરો ખાનગી ગાડીઓમાં જઈ રહ્યા છે. એક તરફ મજૂરોના પરિવારના સભ્યો પેનિક થઈને તેમને પોતાની સાથે જ રહેવા જણાવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ મજૂરો પણ પેનિક થયા છે કે અહીં કામ ન હોવાથી અત્યારે પરિવાર
સાથે જ રહે. બસ, ટ્રેનની છૂટ મળતા જ બાકીના મજૂરો પણ વતન જતા રહેશે.
મહત્વની વાત એ છે કે ચોમાસાની સીઝન આવનાર હોવાથી તેઓ જૂન-જુલાઈ પછી જ તેઓ પરત ફરશે. કારણકે તેઓ ત્યાં ખેતીકામ પણ કરશે. જેથી જો લોકડાઉન ખૂલી પણ જાય છે તો પણ લગભગ 3 મહિના સુધી કારીગરો વગર માર્કેટ ખોલવામાં પણ આવે તો પણ તેમના વગર કામ થઈ શકશે નહિ. જેથી આવનાર સમયમાં ટેક્સટાઈલ ઉદ્યોગની સ્થિતિ દયનીય બનશે.
ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમે અને ગુજરાતમાં અમદાવાદ પછી સુરત બીજા ક્રમે છે. જો લોકડાઉન ફેઝ ૩ના કારણે આવનારી સીઝન નિષ્ફળ જશે. આ સમયે સુરત ટેક્સટાઈલની હાલત કફોડી છે. માલ ક્યાં તો ગોડાઉનમાં છે, ક્યાં તો રસ્તા પર અટક્યો છે અને લોકડાઉનમાં કોઈ વેપારીનો માલ વેચાયો નથી. વળી ટેક્સટાઇલ ઉદ્યોગ મોટે ભાગે સુરતમાં ડિકલેર થયેલા રેડ ઝોન લિંબાયત, મીઠી ખાડી, માનદરવાજા વિસ્તારોમાં હોવાથી જો લોકડાઉન 3 બાદ તો થનારા નુકસાનમાંથી ઉભરવા માટે બીજા દોઢ વર્ષનો સમય લાગશે તેવું ફોસ્ટાના મેમ્બર રંગનાથ શારદાએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે