લોકડાઉનનો 43મો દિવસ News

કોરોનામુક્ત અમરેલીમાં રત્ન કલાકારોના ટોળેટોળા પહોંચશે તો શું કરશો? કલેક્ટરે આ આપ્યો
ગુજરાતમાં હવે એકમાત્ર અમરેલી જિલ્લો જ બચ્ચો છે, જે હજુ સુધી કોરોનાથી મુક્ત છે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાનો એક પણ કેસ ન આવે તે માટે અત્યાર સુધી શક્યત તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ હવે અમરેલી જિલ્લાને પણ ચિંતા સતાવે તેવી વાત છે. સુરતમાં કામ અર્થે વસતા અમરેલી જિલ્લાના અનેક રત્ન કલાકારો હાલ બેકાર બન્યા છે. આવામાં આ રત્ન કલાકારો આજથી અમરેલી (Amreli) પરત આવવાની શરૂઆત થશે. અંદાજે 2 લાખ જેટલા અમરેલીવાસીઓ પરત ફરે તેવી શક્યતા છે. તો બીજી તરફ, સુરત શહેર ગુજરાતનું કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતુ શહેર છે, આવામાં જો સુરતથી કોરોના અમરેલી પહોંચે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. આવામાં અમરેલીનું તંત્ર વધુ સાબદુ થઈ ગયું છે. 
May 6,2020, 18:32 PM IST
ગુજરાત સરકાર આગેવાનો સાથે મળીને પરપ્રાંતિયોનું લિસ્ટ બનાવશે
સીએમઓના સચિવ અશ્વિની કુમારે કોરોના અને લોકડાઉન અંગેના અપડેટ્સ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તમામ જીલ્લા કલેક્ટરોને સૂચના આપી જે પોતાના વતનમાં જવા માગે છે તેઓને તેમના વતનમાં ઝડપથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે. જ્યાં સુધી પરપ્રાંતિય (migrants) જવા ઈચ્છતા હોય તેમને સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે. ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. ગઇકાલ સુધીમાં ૩૯ ટ્રેનોમાં ૪૬ હજાર જેટલા પરપ્રાંતીઓ રવાના થયા છે. આજે બીજી 30 ટ્રેનનું આયોજન છે, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં 18 બિહારમાં 7 ટ્રેન જશે. સાંજ સુધીમાં ૮૨ હજાર 800 જેટલા પરપ્રાંતિયો રવાના થશે. આજે પોણા ચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી 10 થી 15 દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે.
May 6,2020, 14:27 PM IST
આજ સાંજથી રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર જઈ શકશે, ફિક્સ ભાડુ વસૂલાશે
આજથી વતન જવા માગતા સુરતના રત્નકલાકારોની ઓનલાઇન નોંધણી શરૂ થવાની છે, ત્યારે સુરત (surat) માં લકઝરી બસ એસોસિએશને પોતાના ભાવ જાહેર કર્યા છે. જેના માટે આજે ઓનલાઇન અરજી કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ બસોને આવતીકાલથી રવાના કરવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માગતા રત્નકલાકારો માટે સરકારે ગઇકાલે આ નિર્ણય કર્યો હતો, જેની શરૂઆત આજથી થશે. સૌરાષ્ટ્ર જવા માટે ભાવ બહાર પાડવામાં આવ્યા છે. સુરત લકઝરી બસ એસોસિયેશન દ્વારા વસૂલવાનો ચાર્જ જાહેર કરાયો છે, જેનાથી એક રૂપિયો પણ વધુ રૂપિયો વસૂલી શકાશે નહિ. કિલોમીટર પ્રમાણે ભાવ જાહેર કર્યા છે.
May 6,2020, 14:01 PM IST
પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસૂલવા મુદ્દે ગુજરાતમાં રાજકારણ, પરંતુ આખરે મરો તો મજૂરોનો જ
પરપ્રાંતિય મજુરો પાસેથી વતન જવા ભાડુ વસુલવાનો મુદ્દો વકર્યો છે. વતન જવા માંગતા લોકો (migrants) પાસેથી કેન્દ્ર સરકારના 85 ટકા અને રાજ્ય સરકારના 15 ટકાના હિસાબે પ્રમાણે ભાડુ વસૂલવાનું નક્કી થયું હતું. છતાં જંબુસરના ઇનેસીડન્ટ કમાન્ડર અને એક્ઝ્યુક્યુટિવ મેજીસ્ટ્રેટે ઉત્તરપ્રદેશ જવાના 685 રૂપિયા અને બિહાર જવાના 760 રૂપિયાનો ચાર્જ વસૂલવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપ્યો હતો. આજે 5 મેના રોજ નીકળનારી ટ્રેન માટે આટલુ ભાડુ લેવાનો આદેશ આપ્યો હતો. તો સુરત જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા પણ મજૂરો પાસેથી ભાડુ વસૂલવા સુરત સ્ટેશન માસ્તરને લેખિત જાણ કરી હતી. તો બીજી તરફ, સુરત અધિક કલેક્ટર દ્વારા આજે જનારી ટ્રેન માટે ભાડુ વસુલવા સ્ટેશન માસ્તરને લેખિતમાં સૂચના અપાઈ હતી. સુરત કલેક્ટર દ્વારા પરપ્રાંતિય સમાજના પ્રમુખ પાસેથી ભાડુ વસૂલવા જણાવાયું હતું. આમ, ગુજરાતમાં પરપ્રાંતિયોને જ્યાં વતન જવાનો માર્ગ મોકળો દેખાયો છે, ત્યાં તેઓ હવે ભાડાના વિવાદમાં સપડાયા છે. 
May 6,2020, 13:25 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન જવાના ડરે જુનાગઢના 5 ડોક્ટરોએ રાજીનામા આપ્યા
May 6,2020, 10:11 AM IST

Trending news