Surat News: સુરતમાં માતાની આંખ સામે જ પુત્ર કચડાયો, દિવ્યાંગ માતા-પિતા પર તૂટી પડ્યું આભ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર આવાસમાં રહેતા પ્રકાશ દેવીપૂજ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પ્રકાશની લતાબેન પત્ની ઘર નજીક ફૂટપાટ પર ફ્રુટ વેચી પરિવારને મદદરૂપ થાય છે.

Surat News: સુરતમાં માતાની આંખ સામે જ પુત્ર કચડાયો, દિવ્યાંગ માતા-પિતા પર તૂટી પડ્યું આભ

પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા ભેસ્તાન વિસ્તારમાં માતાની આંખ સામે જ ટેમ્પો ચાલકે પાંચ વર્ષીય બાળકને કચડી નાંખતા મોત નીપજ્યું છે. બાળક ફૂટપાથ પર રમી રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલ આઇસર ટેમ્પોએ બાળકને કચડી નાખતા મોતને ભેટ્યું છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર આવાસમાં રહેતા પ્રકાશ દેવીપૂજ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પ્રકાશની લતાબેન પત્ની ઘર નજીક ફૂટપાટ પર ફ્રુટ વેચી પરિવારને મદદરૂપ થાય છે. ગત રોજ પ્રકાશની પત્ની ફ્રૂટ વેંચતા હતા, ત્યારે 5 વર્ષીય પુત્ર અનમોલ ફૂટપાથ પર બેસીને મોબાઈલમાં ગેમ રહી રહ્યા હતો.

દરમિયાન અચાનક પૂર પાર ઝડપે આવી રહેલી eicher ટેમ્પો એ બાળકને કચડી નાખતા ઘટના સ્થળે જ બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાને જોઈ માતા બેભાન થઈ ગઈ હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ટેમ્પો ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

બાળકને આઇસર ટેમ્પો ચાલે કે કચડી નાખતા મોત નીપજવાની ઘટનાને લઇ પરિવાર સહિત સમાજના આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે. પરિવારે ટેમ્પો ચાલક વિરોધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ ઘટનાને લઈ પાંડેસરા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news